ટેલિવિઝન પર પાછી ફરી શિલ્પા શિંદે, વિકાસ ગુપ્તા સાથે કર્યો પોલ ડાન્સ

બિગબોસની 11મી સિઝનમાં વિકાસ ગુપ્તા અને શિલ્પા શિંદે વચ્ચેની તકરાર તો સૌ કોઇએ જોઇ પરંતુ હવે તમને તેમનું એક નવું રૂપ જોવા મળશે. ટેલિવિઝન પર આવતા શો ‘એન્ટરટેઇન્મેન્ટ કિ રાત’માં શિલ્પા અને વિકાસ પોલ ડાન્સ કરતાં જોવા મળશે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર આ શોમાં શિલ્પા, વિકાસ સાથે પોલા ડાન્સ કરતી જોવા મળશે. કલર્સના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ શોનો પ્રોમો પણ શેર કરવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર શોમાં એક ટાસ્ક દરમિયાન શિલ્પાને પોલ ડાન્સ કરવાનો છે અને શોના હોસ્ટ બલરાજની વિનંતી પર વિકાસ ગુપ્તા પણ શિલ્પાનો સાથ આપે છે.

ઉલ્લેખનીય છે કે આ શોમાં વિકાસ અને શિલ્પા સાથે અર્શી ખાન અને પુનીષ શર્મા પણ જોવા મળશે. શોની સેકેન્ડ રનર અપ રહેલી હિના ખાને આ શોમાં હાજરી આપવાથી ઇનકાર કરી દીધો હતો. સૂત્રોએ જણાવ્યા અનુસરા હિના ખાન શોની વિનર શિલ્પાને ફરી મળવા નથી માંગતી તેથી તે આ શોમાં જોવા નહી મળે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter