વડાપ્રધાન મોદી પર શત્રુધ્ન સિંહાનો કટાક્ષ, કહ્યું- બહુ ગળે મળી લીધું, પાછા આવી જાવ સાહેબ

આસિયાન બેઠક પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વદેશ પાછા ફરી રહ્યા છે ત્યારે ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નામ લીધા વગર કટાક્ષ કર્યો છે. શત્રુઘ્નસિંહાએ ક્હ્યું છે કે, બહુ ગળે મળી લીધું સાહેબ હવે પાછા આવી જાઓ. મંગળવારે કરેલા ટ્વિટમાં શત્રુઘ્નસિંહાએ કહ્યુ છે કે, શું ગળે મળવું, વેપાર, ફોટા ખેંચાવવા, ખેતી સંદર્ભે શિખવું અને ના શિખવું પુરતું છે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને યાદ અપાવતાં પટના સાહિબથી ભાજપના સાંસદે લખ્યું છે કે, ભારતના વિકાસના એકમાત્ર એજન્ડાની સાથે ઓછામાં ઓછું ચૂંટણીઓના આ મહત્વપૂર્ણ સમયમાં પાછા આવી જાવ સાહેબ અને દેશ માટે તથા તેની પ્રગતિ માટે ઘણું કામ કરી રહ્યા છો. ઘણો બધો પ્રેમ, જયહિંદ.

મહત્વપૂર્ણ છે કે, રવિવારે વડાપ્રધાન મોદી ફિલિપિન્સની રાજધાની મનીલામાં આસિયાન બેઠકમાં સામેલ થવા માટે ગયા હતા. શત્રુઘ્નસિંહા પોતાની પાર્ટી ભાજપ પર નિશાન સાધવાનો કોઈ મોકો છોડી રહ્યા નથી. ત્યારે શત્રુઘ્નસિંહાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને કહ્યુ હતુ કે ઘણી પ્રશંસા કરીએ છીએ કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણી નવી પહેલ કરી છે અને ઘણાં દેશોની મુલાકાત લઈ રહ્યા છે. તેમાં નવી ફિલિપિન્સની મુલાકાત છે. શત્રુઘ્નસિંહાએ ટ્વિટમાં લખ્યું હતું કે, આશા અને પ્રાર્થના કરીએ છીએ કે ઓછામાં ઓછું આ વખતની મુલાકાત સારું પરિણામ આપશે અને આ માત્ર એક ફોટો ખેંચાવવા ટેનો પ્રવાસ નહીં બની જાય. આશા કરું છું કે કોઈને આમા વાંધો નહીં હોય. કારણ કે આમ પણ આપણે એક લોકશાહી દેશમાં રહીએ છીએ. કેમ સાચું કહ્યું ને? જયહિંદ.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter