ઓસ્ટ્રેલિયાન મહાન સ્પિનર શેન વોર્ને આપ્યા IPLમાં વાપસીના સંકેત

ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર અને આઇપીએલના પહેલી સિઝનમાં રાજસ્થાન રોયલ્સને શાનદાર જીત અપાવનાર શેન વોર્ને કહ્યું છે કે આગામી 7 એપ્રિલે શરૂ થવા જઇ રહેલી આઇપીએલની 11 મી સિઝનમાં વાપસી કરશે. જોકે વોર્ને વિસ્તારથી નથી બતાવ્યું કે તે કેવી રીતે, કઇ ભૂમિકામાં અને કઇ ટીમ સાથે આઇપીએલમા વાપસી કરવા જઇ રહ્યા છે. શેન વોર્ન આઇપીએલની પહેલી સિઝનથી જ ચર્ચામાં રહ્યા છે.

શેન વોર્ને વિના કોઇ મોટા ખેલાડીએ સ્થાનિક યુવાઓની ટીમ સાથે રાજસ્થાન રોયલ્સને આઇપીએલની પહેલી સિઝનનું ટાઇટલ અપાવ્યું હતું.

કેટલાક દિવસો પહેલા શેન વોર્ને ટ્વિટ કરી બતાવ્યું કે મને આ જાહેરાત કરતા ખુશી થઇ રહી છે અને હું ખુબજ ઉત્સાહિત છું. હા આ આઇપીએલ 2018 વિશે છે.

શેન વોર્ને છેલ્લે 2011માં આઇપીએલ રમી હતી. તે રાજસ્થાન રોયલ્સ ટીમના કેપ્ટન સાથે કોચ એમ બન્ને ભૂમિકા સાથે નિભાવી ચુક્યા છે. તેના બાદ તે કોમેન્ટેટરની ભૂમિકામાં પણ નજરે પડ્યા હતા.

રાજસ્થાન રોયલ્સ બે વર્ષથી આઇપીએલમાં વાપસી કરી રહી છે. 2013માં જ ભ્રષ્ટાચાર અને મેચ ફિક્સિંગના આરોપોને કારણે રાજસ્થાન રોયલ્સ પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો.

રાજસ્થાન રોયલ્સ ઉપરાંત ચેન્નઇ સુપર કિંગ્સ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો હતો. ચેન્નઇ સુપર કિંગ્સની પણ આ વર્ષે વાપસી થઇ રહી છે. આ વર્ષે આઇપીએલની શરૂઆત 7 એપ્રિલ 2018માં થઇ રહી છે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter