VIDEO: રાજ્યસભાની ચૂંટણીના પરિણામ બાદ શક્તિસિંહ ગોહિલે બાપુ વિશે જુઓ શું કહ્યું?

હાઇ વોલ્ટેજ ડ્રામા વચ્ચે રાજ્યસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ પણ રાજકીય માહોલ ગરમાયેલો છે, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસમાંથી બરતરફ કરાયેલા શંકરસિંહ વાઘેલા વિશે શંકરસિંહ વાઘેલાને લઇને કહ્યું હતું કે, તેઓ મુરબ્બી છે, તેમના વિશે મારાથી કંઇ બોલાય નહીં.

કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અને રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગને લઇને કોંગ્રેસમાંથી બરતરફ કરાયેલા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસની આકરી ટીકા કરી હતી. તેમણે પાર્ટીની અંદર વાદ વિવાદના કારણે કોંગ્રેસ પત્રને વધુ નુકશાન થઇ રહ્યું હોવાનું પણ કહ્યું હતું. શક્તિસિંહ ગોહિલ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, રાઘવજી પેટલ પોતાનો મત નાખી રહ્યા હતા, તે વખતે શક્તિસિંહે તેમની પાસે દોડીને તેમને ધક્કો મારવાનો પ્રયાસ કર્યો હતો. જેથી કોંગ્રેસના એજન્ટે જ નિયમનો ભંગ કર્યો હતો.

જો કે, શંકરસિંહ વાઘેલાની આ ટિપ્પણી પર શક્તિસિંહ ગોહિલે શંકરસિંહ વાઘેલાને મુરબ્બી કહેતા કોઈ વ્યક્તિગત ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, શંકરસિંહ વાઘેલા મુરબ્બી આદરણીય છે, અને તેમના વિશે મારાથી કંઇ પણ બોલાય નહીં.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter