આજથી નાના પડદે જોવા મળશે શાહરૂખ, શેર કર્યો પ્રોમો

શાહરૂખ ખાન ફરી એકવાર નાના પડદે જોવા મળશે. આજથી તેમનો શો TED Talks શરૂ થવાનો છે. શાહરૂખના આ નવા શોનો પ્રોમો તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

પ્રોમોમાં શાહરૂખ બાળકોને તેમના માતાપિતાના ગુસ્સાથી બચવાના ઉપાયો જણાવતાં જોવા મળે છે. તેઓ કહી રહ્યાં છે કે જો પેરેન્ટ્સ પોતાના બાળકોને દિવસભર ગેજેટ્સનો ઉપયોગ કરવા બદલ ખિજાતા હોય તો તેમણે પતાના પેરેન્ટ્સને કહેવું જોઇએ કે દિવસભર ગેમ રમવા અને ચેટ કરવા ઉપરંત તે પોતાના સ્માર્ટ ડિવાઇસ પર TED Talks પણ જુએ છે. શાહરૂખ જણાવે છે કે જ્યારે બાળકોના પેરેન્ટ્સ આ સાંભળશે તો તે પોતાના બાળકો પર ગર્વ અનુભવશે.

શાહરૂખનો આ શો સ્ટારપ્લસ પર આજથી સાંજે 7 વાગે જોવા મળશે.

અગાઉ શાહરૂખ ‘કોન બનેગા કરોડપતિ’,’ક્યા આપ પાંચવી પાસ સે તેઝ હૈ’, અને ‘ઝાર કા ઝટકા’ જેવા શોઝ હોસ્ટ કરી ચુક્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter