મહિલાઓ અને બાળકોના અધિકારનું સમર્થન કરવા બદલ શાહરૂખ ખાનને સન્માનિત કરાશે

બોલીવુડના બેતાજ બાદશાહ ગણાતા શાહરૂખ ખાનને વધુ એક સન્માન મળવા જઇ રહ્યું છે.દાવોસમાં વિશ્વ આર્થિક મંચ (ડબલ્યુઇએફ)ની ૪૮મી વાર્ષિક બેઠકમાં ૨૪મા વાર્ષિક ક્રિસ્ટલ પુરસ્કારથી નવાજવામાં આવશે. આ સન્માન તેને ભારતમાં બાળકો અને મહિલાઓના અધિકારના સમર્થન માટે આપવામાં આવશે. સાથે જ અભિનેત્રી-દિગ્દર્શિકા કેટ બ્લેચેંટ અને ગાયિકા એલ્ટન જોનને પણ આ પુરસ્કારથી નવાજવામાં આવશે.

” સમાજમાં માનવતાના કાર્ય બદલ આ માન આપવામાં આવ્યું છે. શાહરૂખ ખાન એક બિન પ્રોફિટ ફાઉન્ડેશનનો સંસ્થાપક છે. આ સંસ્થા એસિડ હુમલાથી પીડીત મહિલાને ચિકિત્સીય તેમજ કાનૂની સહાયતા, વ્યવસાયિક, શિક્ષણ, પુનર્વાસ અને આજીવિકા પૂરું પાડે છે. શાહરૂખ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં તેમજ કેન્સરની ચિકિત્સા લઇ રહેલ બાળકોને રહેવા તથા નિઃશુલ્કવ્યવસ્થા માટે સહાય કરે છે.

અભિનેતાએ પોતાના મળનારા આ સમ્માન બદલ આભાર માનતા કહ્યું હતું કે, ” મને આ માન આપવા બદલ હું તમારો આભારી છું. મને સુંદર અને બહાદુર મહિલાઓ સાથે કામ કરવાની તક મળે છે એ જ મારા માટે મહાન સન્માન સમાન છે. આ કાર્ય મારા જીવનનો ઉદેશ્ય પ્રદાન કરે છે હું આ મહિલાઓની અદ્ધુત બહાદુરી માટે જાગરૂકતા ફેલાવવા અને આ કામ સાથે અન્ય લોકો પણ જોડાય તેવી આશા રાખું છું. ઉલ્લેખનીય છે કે ૨૪મા ક્રિસ્ટલ પુરસ્કારથી એ ઉત્કૃષ્ટ કલાકારોને નવાજવામાં આવશે જેમણે વિશ્વની સ્થિતિમાં સુધાર આપવા માટે પોતાનું યોગદાન આપ્યું છે. શાહરૂખને પોતાના અમૂલ્ય યોગદાન બદલ આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter