Movie Review: જબ હેરી મેટ સેજલ

ફિલ્મ ‘જબ હૈરી મેટ સેજલ’ના એક સીનમાં સેજલ (અનુષ્કા શર્મા) હેરી (શાહરૂખ ખાન)ને કહે છે કે શોધવાથી તો ભગવાન પણ મળી જાય છે, પરંતુ આ ફિલ્મને બનાવતા પહેલા કિંગ ઑફ રોમાન્સથી ઓળખાતા શાહરૂખ ખાન અને રોમેન્ટિક ફિલ્મોના ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી એક સારી સ્ક્રિપ્ટ ન શોધી શક્યા. પહેલાથી જ પોતાના કરિયરના ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહેલા શાહરૂખ ખાને ફેન્સને નિરાશ કર્યા છે. જો તમે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ જોઇ છે તો ‘જબ હેરી મેટ સેજલ’ માં પણ તમને તેની ઝલક જોવા મળશે.

સ્ટોરી:
આ ફિલ્મની વાર્તા ટૂરિસ્ટ ગાઇડ હેરી (શાહરૂખ ખાન) અને ગુજરાતી છોકરી સેજલ (અનુષ્કા શર્મા)ની છે. સેજલ યૂરોપમાં ફરવા આવે છે. જ્યાં તેની સગાઇ તેના ફિયાન્સ સાથે થાય છે, જ્યારે આ કપલને ભારત પાછું ફરવાનું કહેવામાં આવે છે ત્યારે સેજલની એંગજમેન્ટ રિંગ ખોવાઈ જાય છે. જેને શોધવા માટે સેજલ ત્યાં જ રોકાઇ જાય છે. ત્યારે જ તેની મુલાકાત ટૂરિસ્ટ ગાઇડ હેરીની સાથે થાય છે. જે તેને રિંગ શોધવા માટે મદદ કરે છે. રિંગ શોધતા-શોધતા બંને એકબીજા સાથે પ્રેમ થઇ જાય છે. જોકે સેજલ તેને વારંવાર કહે છે કે, રિંગ મળતા જ તે ચાલી જશે. એવામાં હવે સેજલને રિંગ મળે છે કે નહીં? તો પછી સેજલ હેરીને ભૂલીને શુ તેના ફિયાન્સ સાથે લગ્ન કરી લેશે? આ જાણવા માટે ફિલ્મ જોવી પડશે.

ડિરેક્શન:
ઇમ્તિયાઝ અલીને રોમાન્ટિક ફિલ્મ્સ માટે ઓળખવામાં આવે છે. ફિલ્મમાં ઇમ્તિયાઝનું ડિરેક્શન સારું છે. સિનેમેટોગ્રાફી અને કેમેરા વર્ક પણ સારું કરવામાં આવ્યું છે. ઈમ્તિયાઝની ફિલ્મ્સ આમ તો લાંબી હોય છે, જોકે આ ફિલ્મ ટાઈમના હિસાબે ટૂંકી છે પણ આમ છતાં બોર કરે છે. સ્ટોરીમાં કોઈ નવીનતા નથી.

એક્ટિંગ:
ફિલ્મની વાર્તા અનુષ્કા શર્મા અને શાહરૂખ ખાનની આસપાસ ફરે છે. બંનેએ ફિલ્મમાં એક્ટિંગ સારી કરી છે. એક ગુજરાતી યુવતીના રોલમાં અનુષ્કા શર્માએ સારી કોશિશ કરી છે. પરંતુ તે જોઇએ તેવી જામતી નથી.

મ્યૂઝિક:
ફિલ્મના તમામ સોન્ગ્સ રિલીઝ પહેલાથી જ હિટ છે. ખાસ કરીને રાધા, બીચ બીચ મેં અને હવાઇ-હવાઇ સોન્ગ્સ ઓડિયન્સની જીભે ચડી ગયા છે. બેકગ્રાઉન્ડ સ્કોર પણ સારો છે.

જોવી જોઇએ કે નહી:
જો તમે શાહરૂખ અને અનુષ્કાના ફેન છો તો તમારે આ ફિલ્મ જરૂરથી એક વખત જોવી જોઇએ.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter