GSTV
Home » News » શાહિદ કપૂરનો પીએમ મોદીને સંદેશ, સાથે જ આપ્યું એક વચન

શાહિદ કપૂરનો પીએમ મોદીને સંદેશ, સાથે જ આપ્યું એક વચન

શાહિદ કપૂરે એક નવા શોના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પોતાનો સંદેશો મોકલ્યો છે. તેણે કહ્યું કે અત્યારે દરેક જણ ભારતને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે અને નેતાઓએ પણ આમ કરવાની કોશિશ કરવી જોઈએ.

જાણવા મળ્યું છે કે શાહિદ કપૂરે કલર્સ ઇન્ફિનિટીના શો BFFs વિથ વોગમાં પોતાનો વિચાર શેયર કર્યો હતો. જયારે શોના મેજબાન નેહા દોપિયાએ શાહિદને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંદેશ આપવા કહ્યું ત્યારે તેણે કહ્યું કે આપણે બધા જ સ્વચ્છતા માટે કામ કરી રહ્યા છીએ અને દરેક વસ્તુઓને શક્ય તેટલું સાફ રાખવાનો પ્રયાસ કરીશું અને રાજકારણીઓએ પણ આમ કરવું જોઈએ.

ફિલ્મોની વાત કરીએ તો શાહિદ અત્યારે ‘બત્તી ગુલ મીટર ચાલૂ’ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ વિજળીના અભાવનો સામનો કરી રહેલા લોકો પર આધારિત છે અને આ એક સામાજિક ફિલ્મ છે. આ ફિલ્મમાં શ્રધ્ધા કપૂર અને યામી ગોતમ પણ છે.

મીરા રાજપૂતે આ શોમાં નેહા ધૂપિયાને જણાવ્યું હતું કે જયારે શાહિદ કપૂર પદ્માવતની શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તે સવારે ૮ વાગે ઘરે આવીને સુઈ ગયા અને બપોરે 2 વાગે ઉઠ્યા. હું સમજી ગઈ કે તેમને આરામ કરવાની જરૂર છે કારણકે તે રાતે ખૂબ જ થાકી ગયા હતા. પરંતુ ઘરમાં તે સમયે મીશા જાગતી હતી અને રમી રહી હતી.

મને જાણ હતી કે શાહિદ થાકીને આવ્યા છે પણ મીશા પર હું કોઈ રોક ન લાગવી શકી. ત્યાર બાદ શાહિદ જુહૂના ઘરમાંથી ગોરેગાંવની એક ફાઈવસ્ટાર હોટલમાં શિફ્ટ થઇ ગયા અને થોડો સમય ત્યાં જ રહ્યા જે સેટની નજીક છે.

Related posts

62 વર્ષની ઉંમરે પણ અનિલ કપૂર જેવી ‘જકાસ’ બોડી જોઈતી હોય તો ખાઓ આ ભોજન

Arohi

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ચિરંજીવીની ફિલ્મમાં કામ કરવા માટે એક રૂપિયો પણ ન લીધો

Arohi

સોનાક્ષી સિંહાને એટલું પણ નથી ખબર કે હનુમાનજી સંજીવની બુટી લેવા કોના માટે ગયા હતા ?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!