ગૌતમ ગંભીર KKR માંથી બહાર, શાહરૂખે આપી આવી પ્રતિક્રિયા

IPL-11 માં કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાના કેપ્ટન ગૌતમ ગંભીરને આ વખતે લીધો નથી. ગૌતમ ગંભીર વર્ષ 2011થી  કેકઆરના કેપ્ટન પદે હતો. અને તેની કેપ્ટનશીપ હેઠળ જ ટીમ બે વાર આઇપીએલનો ખિતાબ જીતી ચૂકી છે.

ગંભીરના શાનદાર્ પ્રદર્શન છતાં હરાજી વખતે તેના માટે બોલી લગાવાવમાં નથી આવી. જોકે દિલ્લી ડેરડેવિલ્સે ગંભીરને 2.8 કરોડમાં ખરીદીને  ટીમમાં સામેલ કર્યો છે ત્યારે  ગંભીરના મુદ્દે કેકેઆરના ફેન્સ પણ નિરાશ થયા હતા.

અને સોશ્યિલ મીડિયા પર પણ સવાલ કરવામાં આવી રહ્યા હતા કે આખરે ગૌતમ ગંભીરને  કેમ કેકેઆરમાં લેવામાં ન આવ્યો?  આ બાબતે છેક હવે શાહરૂખ ખાને પોતાનું મૌન તોડ્યું છે.   શાહરૂખે ટ્વિટર પર જણાવ્યું હતું કે  ગૌતમની કમી સાલશે. હાલમાં કેકઆરે માત્ર 19 ખેલાડીની ટીમ બનાવીછે અને  ગંભીરને ન લેવાથી કોને કેપ્ટન બનાવવા તે અંગે પણ  મૂઝંવણ પ્રર્વતી રહી છે.

ચર્ચા છેકે કેકેઆર  રોબિન ઉથપ્પાને ટીમની કમાન સોંપી શકે છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter