વેવિશાળનો હરખ શોકમાં પલટાયો, ટ્રક નાળામાં ખાબકતા સાત લોકોના મોત

રાજુલાના નીગળા નજીક આવેલા નાળા પરથી પસાર થતો ટ્રક નાળામાં ખાબકતા કોળી સમાજના સાત લોકોના મોત નિપજ્યા હતા. ભાવનગરના જાદરા ગામે જે પરિવારમાં વેવિશાળનો હરખ અને આનંદ હતો. તે પળવારમાં શોકમાં ફેરવાઈ ગયો હતો..વેવિશાળ કરીને ઉના તાલુકાના ખાખરા ગામેથી ટ્રક પરત ફરી રહ્યો હતો. ત્યારે રાજુલાના નીંગળા નજીક આવેલા એક નાળા પરથી પસાર થતો ટ્રક અચાનક જ ઊંડા નાળામાં ખાબક્યો હતો. અને સાત લોકોને ભરખી ગયો હતો. જે ટ્રકમાં હરખનો ખીલખિલાટ હતો.. તે જ ટ્રકમાં પળવારમાં ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. અને ભીમ અગિયારસનો આનંદ કરુણ રુદનમાં ફેરવાઇ ગયો હતો.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter