સેરેના ટેનિસ કોર્ટમાં એક વર્ષ બાદ ફરી પરત

અમેરિકાની પૂર્વ ટોચની ક્રમાંકિત સેરેના વિલિયમ્સે  નેધરલેન્ડ્સ સામે ફેડ કપમાં રમીને એક વર્ષ બાદ સ્પર્ધાત્મક ટેનિસમાં પુનરાગમન કર્યું છે. જોકે, સેરેના અને તેની બહેન વિનસની જોડીનો વિમેન્સ ડબલ્સની મેચમાં ૬-૨, ૬-૩થી પરાજય થયો હતો.

માતા બન્યાના પાંચ મહિના પુનરાગમન કરનારી સેરેનાએ જણાવ્યું હતું કે, ‘પરાજય થવા છતાં મને મારા દેખાવથી સંતોષ છે. ફોર્મ અને ફિટનેસની રીતે હવે હું ટ્રેકમાં છું. ‘ સેરેના વિલિયમ્સ ૨૩ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતી ચૂકી છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter