રૂપિયામાં ઘટાડાથી સેન્સેક્સ નિફ્ટી ગગડ્યા

વેપારી સપ્તાહના ચોથા દિવસે  બીએસસી સેન્સેક્સ  43 અંક ગગડ્યો હતો અને તેનું કારણ એફએમસીજી, તેલ અને ગેસ, બેકિંગ તથા મૂજીગત સામાનના શેરમાં આવેલો ઘટાડો છે.

સવારન સત્રમાં 30 કંપનીઓ આધારિત બીએસસી શેર 43 અંક ઘટીને  32, 356 .83ની સપાટીએ આવી ગયો હતો અને ત્યાર બાદ 0.18ટકા ચઢીને  32, 460ની સપાટીએ પહોંચ્યો હતો.

તો 50 શેર આધારિત નિફ્ટી 22.90 અંક એટલે કે  0.23 ટકા ઘટીને 19, 118ની સપાટીએ આવી ગયો હતો. અમેરિકન ફેડરલ રિર્ઝવે પોતાના સંકટને ઓછું કરવાની યોજના જાહેર કરવા અને વર્ષના અંત પહેલા વ્યાજ દરમાં વધારાના સંકેત આપતા સવારના વેપારમાં ડોલરની સરખામણીએ રૂપિયો તૂટીને 26 પૈસા તૂટીને 64. 53ની સપાટીએ આવી ગયો હતો. જેની અશર શેરબજાર પર જોવા મળી હતી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter