બેસ્ટ ફ્રેન્ડને કારણે બચ્યો આ પૉપ સ્ટારનો જીવ, ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો ફોટો

મોટેભાગે પોતાની એક્ટિંગ અને સિંગિગને લઇને ચર્ચામાં રહેતા સેલેના ગોમ્ઝ ફરી એક વખત ચર્ચામાં છે, પરંતુ આ વખતે કોઇ સોંગ કે ફિલ્મને લઇને નહી પરંતુ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૅર કરેલી ફોટોને કારણે છે. વાસ્તવમાં એક ફોટો શૅર કરીને તેણે જણાવ્યુ કે, તાજેતરમાં જ તેને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી છે અને આ ફોટોમાં તેની સાથે તેની બેસ્ટ ફ્રેન્ડ અને ટીવી એક્ટ્રેસ ફ્રેંસિયા રેસા પણ જોવા મળી રહી છે.
તમને જણાવી દઇએ કે, સેલેનાની બેસ્ટ ફ્રેન્ડે જ તેને પોતાની કિડની ડોનેટ કરી છે. સેલેના આ વાતનો ખુલાસો પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કર્યો હતો..

I’m very aware some of my fans had noticed I was laying low for part of the summer and questioning why I wasn’t promoting my new music, which I was extremely proud of. So I found out I needed to get a kidney transplant due to my Lupus and was recovering. It was what I needed to do for my overall health. I honestly look forward to sharing with you, soon my journey through these past several months as I have always wanted to do with you. Until then I want to publicly thank my family and incredible team of doctors for everything they have done for me prior to and post-surgery. And finally, there aren’t words to describe how I can possibly thank my beautiful friend Francia Raisa. She gave me the ultimate gift and sacrifice by donating her kidney to me. I am incredibly blessed. I love you so much sis. Lupus continues to be very misunderstood but progress is being made. For more information regarding Lupus please go to the Lupus Research Alliance website: www.lupusresearch.org/ -by grace through faith

A post shared by Selena Gomez (@selenagomez) on


2015 પછી સેલેના લાઇમલાઇટથી દૂર છે અને તેનું કારણ તેની હેલ્થ છે. ઉલ્લેખનીય છે કે, પોતાની આ પોસ્ટમાં સેલેનાએ પોતાની બિમારી અંગે પણ જણાવ્યુ હતુ કે, તેને લ્યૂપસ નામની બિમારી છે. આ બિમારીને કારણે શરીરની ઇમ્યૂન સિસ્ટમ નબળી થઇ જાય છે. જોકે, હવે તેની હેલ્થ ધીમે ધીમે રિકવર થઇ રહી છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter