અખ્તર કે બ્રેટ લી નહીં, આ બોલરથી ડરતો હતો વીરુ

ભારતીય ટીમના પૂર્વ ઓપનર બેટસમેન વીરેન્દ્ર સેહવાગે મોટા મોટા બોલરોની ધોલાઇ કરી છે ત્યારે આ દિગ્ગજ બેટસમેન શોએબ અખ્તર કે બ્રેટ લી નહીં પણ એક બોલરનો સામનો કરતા ડરતો હતો. વાસ્તવમાં સેહવાગે જે બોલરથી ડરતો હતો તે એક સ્પિનર બોલર હતો. ખુદ સેહવાગે આ અંગેનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં સેહવાગે ખુલાસો કરતા કહ્યું કે, શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનથી મને ડર લાગતો હતો. મુરલીધરન સામે બેટિંગ કરવમી ઘણી મુશ્કેલ હતી. મને શોએબ અખ્તર કે બ્રેટ લી ઉપરાંત કોઇ આ સમયના કોઇ બોલરથી ડર લાગતો ન હતો. પરંતુ, મુરલીધરનની બોલિંગ અને ચહેરના હાવભાવ ખૌફ પેદા કરતો હતો. તે ઘણી વખત દૂસરા ફેંકતો હતો, જેને રમવામાં ઘણી મુશ્કેલી થતી હતી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ સેહવાગે એવું નિવેદન આપી સનસનાટી મચાવી દીધી હતી કે, સૌરવ ગાંગુલના બલિદાનના કારણે મહેન્દ્ર સિંહ ધોની મહાન ક્રિકેટર બન્યો હતો. કપ્તાન ગાંગુલીએ પહેલા પોતાનો બેટિંગ ક્રમ સેહવાગ માટે અને પછી ધોની માટે છોડ્યો હતો. તેમણે કેટલીક મેચમાં ધોનીને ત્રીજા ક્રમ પર બેટિંગ કરતા માટે ઉતાર્યો હતો. જેના કારણે ધોનીની કરિયરમાં બદલાવ આવ્યો હતો.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter