Movie Review: સિક્રેટ સુપરસ્ટાર

‘દંગલ’ પછી આમિર ખાન અને જાયરા વાસિમ ફરી એક વખત સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે, તેમની નવી ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’ થિયેટર્સમાં રિલીઝ થઇ ચૂકી છે. ફિલ્મને અદ્વૈત ચંદને ડિરેક્ટ કરી છે, જે એક સમયે આમિર ખાનના મેનેજર રહીં ચૂક્યા છે. ફિલ્મના સ્ટાર કાસ્ટ અને ટ્રેલરે અત્યાર સુધી ઓડિયન્સના દિલ જીતી લીધા છે. હવે જોવાનું રહ્યુ કે ફિલ્મ ઓડિયન્સને કેટલી પસંદ આવે છે.

સ્ટોરી:

ફિલ્મની સ્ટોરી ગુજરાતના વડોદરામાં રહેતી યુવતી ઇંસિયા (જાયરા વસીમ)ની છે, જે સિંગર બનવા ઇચ્છે છે. પરંતુ તેના પિતા ફારુખ મલિક(રાજ અર્જુન)ને આ બધુ પસંદ નથી અને તે હમેશા ઈંસિયાને આ માટે રોકે છે, પરંતુ ઇંસિયાની માતા નજમા (મેહર વિજ) પોતાની દિકરીના સપના પૂરા કરવવા ઇચ્છે છે, પરંતુ તે પણ તેના પતિથી ડરે છે. ફારુખ ઘરમાં પોતાની જ મર્જી ચલાવે છે, તેની ઇચ્છા હોય છે કે તે તેના પરિવારની સાથે સાઉદી અરબ શિફ્ટ થઇ જાય. ઇંસિયા પોતાનું સપનું પૂરુ કરવા માટે મુંબઇ જવા ઇચ્છે છે, એ જ વચ્ચે તેની મુલાકાત સ્ટ્રગલિંગ મ્યૂઝિક ડિરેક્ટર શક્તિ કુમાર (આમિર ખાન)ની સાથે થાય છે. શક્તિની એન્ટ્રીથી સ્ટોરીમાં ઘણા ટ્વીસ્ટ અને ટર્ન્સ આવે છે. હવે શું ઇંસિયા પોતાનું સપનું પુરૂ કરી શકે છે? કે તેને પોતાના માતા-પિતાની સાથે સાઉદી અરબ શિફ્ટ થવું પડે છે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવાની જરૂર પડશે.

ડિરેક્શન:

અદ્વૈત ચંદને પોતાની ડેબ્યુ ફિલ્મમાં જ શાનદાર ડિરેક્શન કર્યુ છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી, લોકેશન, સ્કિપ્ટ, ડાયલોગ્સ અને સ્ક્રીનપ્લે કમાલના છે. આ ફિલ્મની એક માત્ર કમી તેની લેન્થ છે, જેને થોડી ઓછી કરી શકાઇ હોત. અઢી કલાકની આ ફિલ્મની વાર્તા અને ગીતોને હજી પણ સ્મોલ કરી શકાય તેમ હતુ. જેનીથી તેની લંબાઈ ઓછી થઈ કરી હોત તો ફિલ્મ વધારે સારી બની હોત.

એક્ટિંગ:

‘દંગલ’ બાદ જાયરા વસીમે ફરી એક વખત ઉમદા કામ કર્યુ છે. જાયરાના પિતાના રોલમાં રાજ અર્જુન અને માંના રોલમાં મેહર વિજનો રોલ સરાહનીય છે. આમિર ખાને એક સ્ટ્રલિંગ મ્યૂઝિક ડિરેક્ટરના રોલ બખૂબી પ્લે કર્યો છે. તે જ્યારે-જ્યારે સ્ક્રીન પર આવે છે, ચહેરા પર સ્માઈલ આપીને જાય છે. તેનો રોલ ઈમોશન્સથી ભરેલી ફિલ્મમાં તમને વચ્ચે-વચ્ચે હસાવશે.

મ્યૂઝિક:

ફિલ્મનું મ્યૂઝિક ઠીક-ઠાક છે. એક સિંગરની વાર્તામાં તેનું મ્યૂઝિક વધારે સારું હોવું જોઇએ. ફિલ્મમાં એવું કોઇ ગીત નથી જે લાંબા સમય સુધી યાદ રાખી શકાય.

ફિલ્મ જોવી કે નહી:

આ ફિલ્મને તમે પૂરી ફેમિલી સાથે મળીને જોઈ શકો છો. આ વાર્તા તમને રડાવશે તો, ક્યાંક-ક્યાંક પેટ પકડીને હસવા માટે મજબૂર કરશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો 

Youtube Twitter

Gujarat Elections 2017 - Full Coverage