સુપ્રીમ કોર્ટે આધાર લિંક કરવાની મુદ્દતમાં કર્યો વધારો, જાણો અાખરી સમય

સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડને લિંક કરવાની મુદતમાં વધારો કર્યો છે. કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી આધાર યોજનાની માન્યતા પર સંવિધાન પીઠનો ફેસલો ન આવે ત્યાં સુધી લિંક અનિવાર્ય નથી. એટલે કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટે દ્વારા સંવિધાન પીઠમાં આધારને લિંક કરવા મામલે નિર્ણય ન આપે ત્યાં સુધી આધારને લિંક કરવાની જરૂર નથી.

આ પહેલા સરકારી સેવાઓ અને સર્વિસનો લાભ લેવા માટે ૩૧ માર્ચ સુધી આધાર કાર્ડ લિંક કરાવવાની સરકારે ડેડલાઈન આપી હતી. સુપ્રીમના આ નિર્ણયથી સામાન્ય માણસને રાહત મળી છે.

પેન કાર્ડ, બેન્ક એકાઉન્ટની સાથે જ મોબાઈલ નંબર, શેયર સ્ટોર્ક્સ, ક્રેડિટ કાર્ડ, એલપીજી કનેક્શન, ઇન્શ્યોરન્સ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, નેશનલ સેવિંગ સર્ટિફિકેત અને કિસાન વિકાસ પત્ર, મ્યુચુઅલ ફંડ જેવી તમામ સ્કીમ અને સુવિધાઓને આધાર નંબર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ હતી પરંતુ હવે તેની મુદ્દત વધારવામાં આવી છે.

આધારને લઇને દાખલ કરવામાં આવેલી ફરિયાદોમાં આ વાત સ્પષ્ટ નહતી કે આધારને લિંક કરવાની તારીખ આગળ વધારવામાં આવશે કે નહિ પરંતુ જાણવા મળ્યું  હતું કે સુપ્રીમની સુનવણી ૩૧ માર્ચ ૨૦૧૮ કરતા આગળ જશે તો આધારને લિંક કરવાની છેલ્લી તારીખ પણ આગળ વધી શકે છે અને હવે તેમ જ થઇ રહ્યું છે.

બીજી તરફ આધારના પાસવર્ડ પ્રોટેક્શનને લઈને તમામ પ્રકારની આશંકાઓ ઉઠી રહી છે. યૂઆઈડીએઆઈ આ બધી શંકાને ખારિજ કરતી આવી છે. પરંતુ એક વ્યક્તિએ પહેલા આધાર એન્ડ્રોયડ એપની સિક્યોરિટીને ૬૦ સેકન્ડથી પણ ઓછા સમયમાં બ્રેક કરવાની ધમકી આપી હતી. આ બાદ ૧ મિનિટ ૧૮ સેકન્ડનો વિડીયો અપલોડ કરીને જણાવ્યું કે કેવી રીતે આધાર એન્ડ્રોયડ એપમાં સેન્ધમારી કરી શકાય છે.   

આ વીડિઓ Elliot Alderson‏ @fs0c131y ટ્વીટર હેન્ડલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. ઇલિયટ એલ્ડસને જણાવ્યું કે આધાર એન્ડ્રોયડ એપની સેંધમારી કરવા માટે કોઈ પણ હેકરની ફોન સુધીની પહોચ હોવી જોઈએ. એટલે કે કોઈ પણ હેકર તમારા ફોન સુધી પોહચી જાય તો તે આધારની દરેક જાણકારી ચોરી શકે છે. ઈલિયટે જણાવ્યું કે આધારના અધિકારીક એન્ડ્રોયડ એપમાં સેંધમારી માટે રૂટેડ ફોનની જરૂર નથી. આ યૂઝરે વિડીયોમાં હેકિંગને લગતી પૂરી પ્રોસેસ પણ જણાવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter