સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કૌભાંડ : તપાસ કમિટીએ 200 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસના સૌથી મોટા કલંકિત ષડ્યંત્રનો યુનિવર્સિટીના સત્તાધીશો જ સત્તાવાર રીતે ભાંડાફોડ થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ત્રણ કોલેજોના સત્તાધીશો આ કોભાંડમાં સંડોવાયા હોવાનું બહાર આવ્યું છે. તમામ સામે તપાસ કમિટી રચવામાં આવી હતી. જેમાં રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

43 વિદ્યાર્થી અને 3 પ્રિન્સિપાલ સહિત 50 કૌભાંડિયાઓ સામે બોગસ સરકારી ડોક્યુમેન્ટ બનાવવા અને આર્થિક લાભ મેળવવા સહિતની આઇપીસી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. હોમિયોપેથી ફેકલ્ટીના ડીન અને તેના સાગરીતોએ જ સમગ્ર કૌભાંડ આચર્યાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે ત્યારે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ કેટલાક શિક્ષણ-વિદ્દો કાયદાના સકંજામાં સપડાશે. તપાસ કમિટીએ 200 પાનાંનો રિપોર્ટ તૈયાર કર્યો છે. હોમિયોપેથી કોલેજમાં પ્રવેશ મામલે ૪૩ વિદ્યાર્થીઓ અને ત્રણ કોલેજના સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

CRICKET.GSTV.IN

રાજકોટની બી.એચ. ડાંગર કોલેજ, ગરૈયા હોમિયોપથી કોલેજ તેમજ અમરેલીની વ્યાસ કોલેજની સંડોવણી હોવાનું બહાર આવી છે, તપાસ કમિટીએ આ અંગે ખુલાસો કર્યો છે.

તપાસ કમિટીના સભ્ય નેહલ શુક્લ દ્વારા જણાવવામાં આવ્યા મુજબ ખોટી માર્કશીટના આધારે પ્રવેશ મેળવવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીદીઠ રૂ. 5થી 7 લાખ લેવામાં આવ્યા હતા.  57 વિદ્યાર્થીની તપાસમાં 14 સર્ટિફિકેટ સાચાં હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે 2012 થી 2017 સુધીમાં આવેલા 43 સર્ટિફિકેટ બોગસ હોવાનો પણ તપાસ દરમિયાન ખુલાસો થયો હતો. તપાસમાં ખુલેલા તમામ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવનાર છે. તમામ સામે બોગસ સરકારી ડોક્યુમેન્ટ બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સાથે જ તપાસ કમિટીનો 200 પાનાંનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તમામ સામે આઈ પી સી અંતર્ગત ફરિયાદ કરવામાં આવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter