UBAએ સતનામ બાદ વધુ 29 ભારતીય ખેલાડીઓ સાથે કર્યું જોડાણ

પૂર્વ એનબીએ ખેલાડી સતનામ સિંહને પોતાની સાથે જોડ્યા બાદ યૂનાઇટેડ બાસ્કેટબોલ એલાયન્સ (UBA)એ ભારતના 29 અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓ સાથે કોન્ટ્રાક્ટ સાઇન કર્યા છે. યૂબીએનું પાંચમું સત્ર જલ્દી શરૂ થવાનું છે.
યૂબીએના સ્પોર્ટ્સ ડિરેક્ટર અને એલએ લેકર્સના પૂર્વ સભ્ય એસી ગ્રીને કહ્યું છે કે મને લાગે છે કે આ ખેલાડીઓને પણ ઠીક જે અનુભવ થઇ રહ્યો હશે જેવો મને પહેલી વાર સાઇન કરતા થયો હતો. અમે અમારી આવનારી સિઝન અને ભારતીય બાસ્કેટબોલના ભવિષ્ય વિશે ઉત્સાહિત છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ખેલાડીઓ સાથેનો કોન્ટ્રાક્ટ ત્રણથી પાંચ વર્ષનો છે. જેમાં ખેલાડીઓને 16 કરોડથી વધુ રકમ મળશે. ભારતીય બાસ્કેટબોલના ઇતિહાસમાં પ્રથમ બહુવર્ષીય કોન્ટ્રાક્ટનું ગૌરવ પ્રાપ્ત કરવા સિવાય કોન્ટ્રાક્ટના માધ્યમથી સામેલ દરેક ખેલાડીઓને અમેરિકામાં ટોચના એક્સપર્ટ્સ પાસેથી બાસ્કેટબોલ અને ફિટનેસનું પ્રશિક્ષણ મળશે. આ ઉપરાંત તેમને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવશે.
સતનામ સિંહ જેવા સર્વશ્રેષ્ઠ ભારતીય ખેલાડી (NBA) સાથે વર્તમાનમાં અને અતીતમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અન્ય ખેલાડીઓનો પણ તેમા સમાવેશ કરવામાં આવ્યો છે.
યૂબીએ કોચિંગના ડિરેક્ટર જોડી બસે કહ્યું છે કે અમારી પાસે એવા કેટલાય મહાન ખેલાડીઓ છે. જે આ તકનો લાભ ઉઠાવી રહ્યા છે. કોન્ટ્રાક્ટના માધ્યમથી તેમને સામેલ કરવા અને જિમમાં ફિટનેસનું પ્રશિક્ષણ આપવાથી અમારા લીગ અને સ્પોર્ટ્સને પ્રોત્સાહન મળશે.