સરદાર પટેલે હૈદરાબાદના બદલામાં પાકિસ્તાનને કાશ્મીરની પેશકશ કરેલી: સૈફુદ્દીન સોઝ

પોતાના પુસ્તકને લઈને પેદા થયેલા વિવાદ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સૈફુદ્દીન સોઝે ક્હ્યુ છે કે સરદાર પટેલે હૈદરાબાદના બદલામાં પાકિસ્તાનને કાશ્મીરની પેશકશ કરી હતી. પરંતુ જવાહલાલ નહેરુનો કાશ્મીર માટે વિશેષ પ્રેમ હોત. આ રેકોર્ડ છે. તેના કારણે કાશ્મીર આપણી સાથે છે.

કાશ્મીર પર પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ પરવેઝ મુશર્રફના આઝાદીવાળા વિચારનું સમર્થન કરવાને કારણે વિવાદમાં આવેલા કોંગ્રેસના નેતા સેફુદ્દીન સોઝે ક્હ્યું છે કે કાશ્મીરમાં સેના આર્મ્ડ ફોર્સ સ્પેશયલ પાવર્સ એક્ટનો દુરુપયોગ કરે છે. સોઝે રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદના નિવેદનનું સમર્થન કરતા કહ્યુ છે કે કાશ્મીરમાં સેનાની કાર્યવાહીમાં સામાન્ય નાગરિકો પણ માર્યા જાય છે.

પોતાના જૂના આઝાદીવાળા નિવેદન પર યથાવત રહેતા સોઝે કહ્યુ છે કે એક સામાન્ય કાશ્મીરી આવું જ ઈચ્છે છે પરંતુ આ શક્ય નથી. આઝાદના નિવેદનનું આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબા દ્વારા સમર્થન કરવા મામલે સૈફુદ્દીન સોઝે ક્હ્યુ છે કે આનાથી કોઈ ફરક પડતો નથી કે લશ્કરે તૈયબા શું કહે છે. પરંતુ ભાજપ કોમવાદી રાજકારણ ખેલી રહ્યું છે.

સૈફુદ્દીન સોઝે કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપસિંહ સૂરજેવાલાને પોતાનું પુસ્તક વાંચવાની પણ સલાહ આપી છે. સોઝના આગામી પુસ્તકમાં કાશ્મીરના સંદર્ભે કહેવામાં આવેલી વાતને ફગાવતા કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સૂરજેવાલાએ કહ્યુ હતુ કે પુસ્તક વેચવા માટે સોઝ દ્વારા છીછરા હથકંડા અપનાવવાથી આ સત્ય બદલવાનું નથી કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે.

કાશ્મીરના મુદ્દાના સમાધાન માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતની પેરવી કરતા સૈફુદ્દીન સોજે કહ્યુ છે કે કેન્દ્ર સરકારે રસ્તો કાઢવો જોઈએ. આ રસ્તો વાતચીતનો છે. જો કાશ્મીરના લોકોને રાહત થશે. તો હિંદુસ્તાન અને પાકિસ્તાન બંને સારા પાડોશીની જેમ રહી શકશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter