લોકશાહીના મંદિર સંસદ પર થયેલા આતંકી હુમલાની આજે 16મી વરસી

લોકશાહીના મંદિર સંસદ પર થયેલા આતંકી હુમલાની આજે 16મી વરસી છે. ત્યારે આજે સંસદ પરિસરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

સંસદ પરિસરમાં ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યુ હતુ.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના કેન્દ્રિય પ્રધાનો, પૂર્વ પીએમ મનમોહન સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમના માતા સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના નેતાએ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

જે બાદ આ નેતાઓ એકબીજાને પણ મળ્યા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter