સૂર્યનું મકર રાશિમાં ભ્રમણ , જુદી જુદી રાશિ પર થશે આવી અસરો

સૂર્ય મકરસંક્રાંતિના દિવસે રાત્રે 8 વાગીને  8મિનિટે મકર રાશિમાં પ્રવેશશે અને સૂર્યદેવનું આ ભ્રમણ  13 ફેબ્રુઆરી  બપોરે 3 વાગીને 2મિનિટ સુધી મકર રાશિમાં રહેશે. તે દરમિયાન સૂર્યન આ ભ્રમણની અસર તમામ રાશિ પર પડશે.

 

મેષ

સૂર્યના મકર રાશિના ગોચરથી મેશ રાશિના જાતકોની પ્રતિષ્ઠામાં વધારો થશે. તમ પોતાને ઉર્જાવાન અનુભવશો. સ્વાભાવિક રૂપે તેમે બીજા પર ભારે પડશો.  જોકે એ દરમિયાન પારિવારિક જીવનમાં તણાવનો અનુભવ થશે. કાર્યસ્થળે સંયમ રાખવો.

વૃષભ

વૃષભ રાશિના જાતકો માટે આ સમય શુભ છે. તમે જે મુકામ નક્કી કરશો તેમાં ઝડપથી આગળ વધી શકશો. તમારા નિર્ણયો સ્વતંત્ર થઇને  લો. સરકારી ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકોને અચાનક લાભ મળે. લાંબા અંતરની યાત્રા થઈ શકે છે. ગૌચર દરમિયાન પિતાની તબિયતનુ ધ્યાન રાખવું જરૂરી છે.

મિથુન

સૂર્યના મકર રાશિના ભ્રમણને કારણે  મિથુન રાશિના જાતકોની ઉર્જા અને  મનોબળ ઓછું થશે. પિતાની તબિયત અંગે ચિંતા રહે તેમજ વિવાદ થવાન પણ શક્યતા ઉભી થાય. કોઈ ફણ કાર્ય કરતા પહેલા સારું વિચારો અને પછી જ આગળ વધજો.

કર્ક

મકર રાશિનો સૂર્ય ગોચરના કારણે તમારા ખર્ચા વધારશે. જોકે કાર્ય સ્થળે તમારી પ્રગતિ થશે. કર્ક રાશિના જાતકો આચણ અન વ્યવહારમાં કડવાશ અને ચીડિયાપણું વધશે. જીવનસાથીના વ્યવહારમાં અહંકાર અને અશિષ્ટતા જોવા મળસશે. દામ્પંત્ય જીવનમાં કલેશ થઈ શકે છે.

સિંહ

સિંહ રાશિ માટે આ સમય  માંદગી લઇને આવી શકે છે  આ સમયે તાવ અને માથાના દુખાવાને સામાન્ય ગણીને અવગણશો નહીં.  આ સમય દરમિયાન તમે આળશ અનુભવશો. જોકે પડકાર જનક પરિસ્થિતિનો તમે  મક્કમતાથી સામનો કરશો.

કન્યા

વિદેશ જવા ઇચ્છુક લોકોની મનોકામના પૂર્ણ થઈ શકે છે  જોરકે બાળકોના અભ્યાસમાં અડચણો આવી શકે છે કાર્યસ્થળે તમારા અધિકારીઓ સાથે સારા સંબંધો બની શકેં કરિયરના મોર્ચે લક્ષ્ય પ્રાપ્ત કરવા સંઘર્ષ કરવો પડે.

તુલા

પારિવારિક જીવનમાં અશાંતિ રહેશે. કોધ તથા ઉતાવળિયો સ્વભાવ અંગત તથા વ્યાવસાયિક જીવનમાં  અડચણ બની શકે.તમારા મોટા ભાઈ -બહેનો સાથે ઉબી થયેલી ગલતફહેમીને દૂર કરવાનો પ્રયત્ન કરજો. ઘરના રિનોવેશન માટેની યોજના બને.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકો અતિ આત્મવિશ્વાસુ થતા બચે, નહિ તો  આ બાબત ઘાતક સાબિત થઈ શકે છે. ઓફિસમાં સહકર્મચારીઓ તથા ઘરમાં ભાઈ બહેનો સાથે કારણ વગરનો  વિવાદ થઈ શકે છે.  નાના અંતરની મુસાફરીનું આયોજન કરો. તમારો ઉત્સાહ  જળવાઈ રહેશે. પડકારનો સામનો ધીરજથી કરો.

ધન

સૂર્યનું મકર રાશિમાં ભ્રમણ ધનુ રાશિ માટે લાભકારક છે  આર્થિક ફાયદા થશે પરંતુ તમારા ખરાબ વર્તાવને કારણે  તમારા સંબંધો પર અસર થશે.  તમારા પિતાને કેટલીક પરેશાનીનો સામનો કરવો પડે છે.  જે લોકો ઘરથી દૂર રહે છે તેઓ પરિવારજનોને મળવાનું આયોજન કરી શકશે. આંખની પીડા ઉભી થઈ શકે છે.

મકર

સૂર્યનું આ જ રાશિમાં ભ્રમણ વ્યક્તિન ચીડિયું બનાવી મૂકે. જીવનસાથી સાથે સંબંધો બગડી શકે છે. ઉપરાંત આરોગ્યને લગતી પણ ઘણી તકલીફો તમને થઈ  શકે છે. લાંબા સમયથી ગુપ્ત રહેલી કોઈ વાત તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે.

કુંભ

આ જાતકો લાંબા અંતરની યાત્રાએ જઈ શકેછે જે વિદેશ યાત્રા કરવા માંગે છે તેમના માટે આ સારો સમય છે. તમાર જીવનસાથીની તબિયત  નરમગરમ રહે. વ્યાવસાયિક ભાગીદારીમાં નુકસાનનો સામનો કરવો પડે.

મીન

મીન રાશિ માટે સૂર્યનું મકરમાં  ગૌચર લાભદાયી બની રહેશે.  તમે બીજાને છોડીને પોતાના પર ધ્યાન આપો.  કાર્યસ્થળે પહેલા કરેલા સારા પ્રયાસોનું ફળ મળે.  આરોગ્ય નરમ રહી શકે છે

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter