Samsung નો આ Smartphone ઇન્ટરનેટને કરી દે છે Block, જાણો શું છે કિંમત અને ખાસ ફિચર્સ

સેમસંગે પોતાના નવા સ્માર્ટફોનના લૉન્ચિંગની ઘોષણા કરી દીધી છે. આ સ્માર્ટફોનને કંપનીએ J2 Pro નામ આપ્યું છે. Samsung Galaxy J2 Proની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં આપવામાં આવેલું ઇન્ટરનેટ બ્લૉક ફિચર આ સ્માર્ટફોનને ખૂબ જ ખાસ બનાવે છે. આ ફોનને વૃદ્ધો અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઇને બનાવવામાં આવ્યો છે. આ ફોન Wi-Fi. 2G, 3G  અને 4G LTEને બ્લૉક કરી દે છે જો કે તમે કૉલ અને મેસેજ તો કરી જ શકશો.

આ ફોનને લઇને કંપનીએ જણાવ્યું કે પરીક્ષા દરમિયાન બાળકોનું ધ્યાન ભટકશે નહી અને તે તમામ લોકોને મદદ મળશે જે હંમેશા ઇન્ટરનેટ સાથે કનેક્ટ નથી કરતાં. સાથે જ આ ફોનમાં Diodic4 ડિક્શનરી આપવામાં આવી છે જે ઇન્ટરનેટ વિના કોરિયન અને અંગ્રેજીમાં અનુવાદ કરે છે.

CRICKET.GSTV.IN

 

Samsung Galaxy J2 Proની કિંમત અને સ્પેસિફિકેશન

ફોનના ફિચર્સની વાત કરીએ તો ગેલેક્સી જે2 પ્રોમાં 5 ઇંચની ક્વૉડ એચડી ડિસ્પ્લે છે. 1.4 GHzનું ક્વૉડકોર પ્રોસેસર છે. સાથે જ આ ફોનમાં 1.5GB રેમ અને 16GB સ્ટોરેજ આપવામાં આવી છે જેને 256 GB સુધી એક્સપાન્ડ કરી શકાશે.

કનેક્ટિવિટીની વાત કરીએ તો ફોનમાં 4G LTE, Wi-Fi 802.11 b/g/n, બ્લૂટૂથ v4.2,gps/A-GPS, માઇક્રો USB 2.0, 3.5mmનું હેડફોન જેક અને 2600mAhની બેટરી છે. કોરિયામાં આ ફોનની કિંમત 199,100KRW છે એટલે કે આ સ્માર્ટફોનની કિંમત આશરે 12,200 રૂપિયા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter