2019માં અાવશે ફોલ્ડેબલ સ્માર્ટફોન , જાણો કિંમત અને શું હશે ફિચર

સેમસંગ ટુંક સમયમાં દુનિયાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન  લોન્ચ કરી શકે છે. સેમસંગે આ સ્માર્ટફોનને કોડ નેમ વિનર બાય અર્લી 2019 આપ્યુ છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ સ્માર્ટફોનમાં 7 ઈંચનો ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, તે કોઈ ટેબલેટ જેવુ દેખાય છે. તે ઉપરાંત તેમાં ફ્પ્પ્લ વ્યુ બેજલ લેસ સ્ક્રીન આપવામાં આવી શકે છે. આ સ્માર્ટફોને તમે વચ્ચેથી ફોલ્ડ કરી શકો છો. સેમસંગ પોતાના ફોલ્ડેબલ સ્માર્ટફોન માટે એક નવી બ્રાન્ડ આઈડેનટિટી બનાવવાની  કોશિશ કરી રહ્યુ છે. તેને ગેલેક્સી S  અને નોટ સીરીઝથી અલગ પ્રકારની બ્રાન્ડ બનાવી શકે છે.

સેમસંગનું માનવુ છે કે ફોલ્ડેબલ સ્માર્ટફોનની માંગ ઘણી ઓછી છે પરંતુ આ ટેકનિક ઘણી પસંદ આવી શકે છે. જો કે ફોલ્ડેબલ સ્માર્ટફોન બનાવવા માટે એપ્પલ અને હુઆવે જેવી કંપનીઓ કામ કરી રહી છે. એક અહેવાલ અનુસાર આ સ્માર્ટફોનની કિંમત રૂ.1500 અમેરિકી ડોલર એટલે કે ભારતમાં આ સ્માર્ટફોનની કિંમત અંદાજે રૂ.1,03,000 રૂપિયાની વચ્ચે હોય શકે છે.

એક અન્ય અહેવાલ અનુસાર સેમસંગ ફોલ્ડેબલ OLED ડિસ્પ્લે પેનલ માટે એશિયા, કોરિયા સહિત અન્ય દેશોમાં પાયલટ લાઈન ડેવલપ કરી રહ્યા છે. સેમસંગ ડિસ્પ્લે  આ પાયલટ લાઈનના પહેલા સ્ટેજને આવતા મહિના સુધી પૂરી કરી લેશે. જ્યારે  સપ્ટેમ્બરમાં બીજા સ્ટેપને શરૂ કરે તેવી સંભાવના છે. આ વર્ષના અંત સુધી 1,00,000 ફોલ્ડેબલ ડિસ્પ્લે અને આવતા વર્ષના અંત સુધી10,લાખ ફોલ્ડેબલ ડિસ્પ્લેનુ નિર્માણ કરી શકે છે. ફોલ્ડેબલ ડિસ્પ્લે ઉપરાંત દક્ષિણ કોરિયાની કંપની આ સ્માર્ટફોન માટે ફ્લેક્સિબલ બેટરીનુ પણ નિર્માણ શરૂ કરનાર છે. આ ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં 3000 થી લઈને 6000 એમએએચની બેટરીઆપવમાં આવી શકે છે.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter