Birthdya Special : ટેલિવિઝન પર લિપલોક સીન આપીને સાક્ષી તન્વરે શરૂ કર્યો હતો નવો ટ્રેન્ડ

નાના પડદે ખૂબ જ ફેમસ તેવી અભિનેત્રી સાક્ષી તન્વરે કહાની ઘર ઘર કી, બડે અચ્છે લગતે હે અને કુટુંબ જેવા લોકપ્રિય ધારાવાહિકોમાં લીડ રોલ નીભાવી ચુકી છે. પોતાની અભિનય ક્ષમતા દ્વારા સાક્ષીએ લોકોના હૃદયમાં અનોખુ સ્થાન મેળવ્યું છે. સાક્ષીએ એક્ટિંગની સાથે ડાયરેક્શનમાં પણ હાથ અજમાવ્યો છે. સાક્ષીનો જન્મ 12 જાન્યુઆરી 1973ના રોજ રાજસ્થાનના અલવરમાં થયો હતો.

તેમના પિતા સીબીઆઇ ઓફિસર હતાં. સાક્ષીએ શાળાનો અભ્યાસ કેન્દ્રીય વિદ્યાલય અને ગ્રેજ્યુએશન દિલ્હીની શ્રીરામ કોલેજ માંથી કર્યું છે. અભિનય શ્રેત્રે ઝંપલાવતાં પહેલાં તેણે એક ફાઇવ સ્ટાર હોટલમાં એક સેલ્સ ટ્રેઇની તરીકે પણ કામ કર્યું છે. સાક્ષીએ 1998માં દૂરદર્શન પર આવતા એક સિંગિંગ શોમાં એન્કર તરીકે કામ કર્યું છે.

સાક્ષીએ વર્ષ 2000માં કહાની ઘર ઘર કી દ્વારા અભિનય ક્ષેત્રમાં ઝંપલાવ્યું. આ શોમાં તેણે પાર્વતી અગ્રવાલવી ભુમિકા નિભાવી હતી. તેનું આ કેરેક્ટર ખૂબ જ લોકપ્રિય થયું હતું. તેનો આ શો 2008 સુધી ચાલ્યો હતો.

ત્યારબાદ સાક્ષી રામ કપૂર સાથે કુટુંબ ધારાવાહિકમાં જોવા મળી હતી. તેમની જોડી લોકોને ખૂબ જ પસંદ આવી હતી જેના કારણે આ જોડી બડે અચ્છે લગતે હે ધારાવાહિકમાં પણ જોવા મળી હતી. તેમનો આ શો પણ ખૂબ જ  લોકપ્રિય બન્યો હતો. ટીવી ધારાવાહિકોમાં પહેલપી વખત એવું બન્યુ હતું કે કોઇ અભિનેત્રીએ લિપલોક સીન આપ્યો હોય. આધારાવાહિકમાં રામ કપૂર અને સાક્ષીએ લિપલોક સીન આપ્યો હતો. તે પછી હવે નાના પડદે જાણે કે લિપલોક સીનનો ટ્રેન્ડ શરૂ થયો છે.

સાક્ષીએ સી કંપની,  ઓ રે મનવા, કોફી હાઉસ, બાવરા મન અને દંગલ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

સાક્ષીએ સની દેઓલ સાથે મહોલ્લા અસ્સી ફિલ્મ પણ કરી છે. આ ફિલ્મમાં પણ સાક્ષીએ ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યાં છે પરંતુ આ ફિલ્મનો ટોપિક ખૂબ જ બોલ્ડ હોવાના કારણે આ ફિલ્મ હજુ સુધી રિલિઝ થઇ શકી નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter