સાઇના ધમાકેદારે જીત સાથે ચાઇના ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચી

ભારતની દિગ્ગજ મહિલા બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલે ચાઇના ઓપન બેડમિન્ટન વર્લ્ડ સુપરસિરીઝ પ્રીમિયરનં શાનદાર શરૂઆત કરી છે. વર્લ્ડ નંબર 11 રેંકિંગ ધરાવતી સાઇના નહેવાલે બુધવારે ચાઇના ઓપનની મહિલા સિંગલ્સના પ્રથમ તબક્કામાં અમેરિકાની બીવેન જ્ઞાંગને હરાવી.

ભારતીય બેડમિન્ટન ખેલાડી સાઇનાએ માત્ર 30 મિનિટના અંદર બીવેન જ્ઞાંગને 2-12, 21-13 થી હરાવતા બીજા તબક્કામાં પ્રવેશ મેળવ્યો હતો. આ સિવાય પુરુષ યુગલ વર્ગમાં સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડીને હારનો સામનો કરવો પડ્યો.

મહત્વનું છે કે સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીને પાંચમું રેંકિગ ધરાવતા ચીનના લિયુ ચેંગ અને જ્ઞાંગ નાનને સીધી ગેમોમાં 13-21, 13-21 હારતા ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું. બીજી તરફ આજે મહિલા સિંગલ્સમાં વર્લ્ડ નંબર 2  પીવી સિંધુનો મુકાબલો વર્લ્ડ નંબર 13 સાયાકા સાટો સાથે થશે.

 

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter