સૌથી અનોખો રેકોર્ડ ધરાવતા આ પાકિસ્તાની ક્રિકેટરે જાહેર કર્યો સંન્યાસ

પાકિસ્તાની સ્પિનર સઇજ અઝમલે ક્રિકેટન બધા જ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી દીધી છે.  અજમલ એક સમયે વન ડે તથા  આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં  વિશ્વનો નંબર વન બોલર ગણાતો હતો . તથા ટેસ્ટ મેચમાં પણ તે ઘણો સફળ હતો.

અજમલે ઇંગ્લેન્ડ સામે વર્ષ 2012માં ત્રણ ટેસ્ટ મેચમાં 24 વિકેટો ઝડપી હતી પરંતુ ત્યાર બાદ દડાને ફેરવવામાં માહેર ખેલાડીના જીવનમાં મોટો યૂ ટર્ન આવી ગયા હતો.

વર્ષ 2012માં  ત્રણ ટેસ્ટ મેચમાં 24 વિકેટ લેનાર અજમલની બોલિંગ એક્શનને ગેરકાનૂની ગણાવાઈ હતી.  અને તેની પર અસ્થાયી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પછી તેણે વર્ષ 2015માં ફરીથી રમવાનું શરૂ કર્યું  પરંતુ તેની બોલિંગ પહેલા જેવી અસરકારક રહી નહોતી. બોલિંગ કરવાની પરવાનગી મળ્યા બાદ તેણે બાંગ્લાદેશ સામે બે વન ડે તથા એક ટી-20 રમી હતી જેમા તે ફક્ત 1 જ વિકેટ લઈ શક્યો હતો.

અજમલના નામે છે આ ખાસ રેકોર્ડ

અજમલે પોતાની આંચરરાષ્ટ્રીય ક્રિકેટ કારર્કિર્દી દરમિયાન 178 વિકેટ, 113 વન ડેમાં 184 અને  64 ટી -20માં  85 વિકેટો લીધી છે.  અજમલે 113 મેચના વન ડે કરિયરમાં ઉત્તમ પ્રદર્શન છતાં એક પણ વાર  મેન ઓફ ધ મેચનો પુરસ્કરા નથી જીત્યો

6 જાન્યુઆરી 2013માં અજમલે  ભારત સામે 9.4 ઓવરમાં  ફક્ત 24 રન આપીને 5 ભારતીય ખેલાડીઓને આઉટ કરી દીધા હતા.  પરંતુ એ મેચમાં 36 રન કરનારા એમ.એસ.ધોનીને મેન ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો. જોકે અજમલ વારંવાર મેન ઓફ ધ સીરીઝન ખિતાબ જીતી  ચૂક્યો છે

અજમલે મેચમાંથી સંન્યાસ લેતા જણાવ્યું હતું કે ગત બે વર્ષ તેના માટે નિરાશાજનક રહ્યા છે અને એક્શન માટે પ્રતિબંધિત થવાથી તેઓ ઘણા નિરાશ અને હતાશ હતા.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter

Gujarat Elections 2017 - Full Coverage