પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત આધેડે કરેલી આત્મહત્યાની ઘટનામાં નવો વળાંક

ઇડર તાલુકામાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત થઈને ઇસ્માઇલ ભાઇ નામના આધેડે કરેલી આત્મહત્યાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. આ વ્યકિતએ પોલીસની હાજરીમાં જ સેલફોસની ગોળીઓ ખાઈ લીધી હોવાનું બહાર આવ્યું છે.

ઇડર તાલુકાના ગણેશપુરામાં રહેતા ઈસ્માઈલ ભાઈ બેલીમે આજે સવારે સેલ્ફોસની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરી લીધી. પરિવારજનોનું માનીએ તો આ રકમ ડબલ જેટલી ભરપાઈ કરી દીધી હોવા છતાં વ્યાજે રૂપિયા ધીરનારાની પઠાણી ઉઘરાણી ચાલુ જ રહેતી હતી. ઈસ્માઈલભાઈ સામે રૂપિયા લઈને પરત ના કરતા ચારથી પાંચ અલગ-અલગ કેસ ચાલતા હતા ત્યારે આવા જ એક કેસનું પોલીસ વોરંટ બજાવવા તેમના ઘરે ગયેલી.ત્યારે ઘર બંધ કરીને ઈસ્માઈલભાઈએ દવા પી લીધેલી.જો કે પોલીસે તેમને સારવાર માટે પણ ખસેડ્યા હતા.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter