શું તમે તો આ ડેરીનું દૂધ નથી લેતા ને ? જેણે 40 રૂપિયાનો ઘટાડો કર્યો છે

સાબરકાંઠા જીલ્લાના દુધ ઉત્પાદકોની જીવાદોરી સમાન સાબરડેરીએ આજે દુધના કિલો ફેટે ભાવ ઘટાડો કર્યો છે. જેના કારણે પશુપાલકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. અગાઉ કિલો ફેટનો ભાવ ૬૬૦ હતો જે ઘટાડીને 620 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

એટલે કે સીધો 40 રૂપિયાનો ધરખમ ઘટાડો કરી દેવાયો છે. જ્યારે કે ગાયના દુધમાં પહેલા પ્રતિ કિલો ફેટે 290નો ભાવ હતો જે ઘટાડીને 280 કરી દેવામાં આવ્યો છે.

સાબરડેરીના ચેરમેને જીએસટીવી સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યુ હતુ કે હાલમાં દુધમાં મંદીનો માહોલ છે. આથી આ ભાવ ઘટાડો કરવો પડી રહ્યો છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter