સાબર ડેરીના ઠેર ઠેર વિરોધ સામે રવિવારે પોલિસકર્મીઓ ખડેપગે રહેશે

સાબર ડેરીના ખેડૂતોએ ડેરીના નફામાં ઘટાડો થતા ઠેર ઠેર વિરોધ કર્યો છે. ઇડર બાદ હિંમતનગરના હુંજ ગામમાં પણ ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ખેડૂતોએ રસ્તા પર દુધ ઢોળી વિરોધ કર્યો હતો. તો બીજી તરફ સાબર ડેરીના વિવાદને લઈને પોલિસ વિભાગ સજ્જ થઈ ગઈ છે. રવિવારે 5 DYSP, 8 PT, 65 PSI, સહિત 750 પોલિસકર્મી ડેરી ખાતે ગોઠવાશે. 200 હોમગાર્ડ પણ ખડેપગે રહેશે. અહીં જો ચારથી વધુ લોકો ભેગા થશે તો તેમની સામે કાર્યવાહી થશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter