સિંહના બચ્ચાની સાથે રમતી આ મૉડલના થયા આવા હાલ!

સામાન્ય રીતે સિંહનું નામ સાંભળતાની સાથે લોકોના મનમાં એક જાતનો ભય પેસી જાય છે ત્યારે એક રશિયન મોડલે સિંહના બચ્ચાની સાથે પોતાનો દિલધડક વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે.

આ વીડિયો રશિયાની રાજઘાની માસ્કોન છે, જેને સ્વેતા બિલિયાલોવા નામની એક મોડલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વ્હાઇટ રંગના ટોપ પહેરેલી સ્વેતા એક સિંહના બાળકને ગોદમાં ઉઠાવી તેને રમાડી રહી છે ત્યારે સિંહનું બચ્ચું તેના ચહેરા પર પેશાબ કરે છે ત્યારે તે ચોંકી ઉઠે છે. જો કે, આ મોડલ કંઇક સમજે વિચારે તે પહેલા તેનું મોઢું લીલુ થઇ જાય છે. જો કે, આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો આ રશિયન મોડલની મજાક ઉડાવી રહ્યાં છે અને અનેક પ્રકારની કોમેન્ટ થઇ રહી છે. કોઇ કહી રહ્યું છે કે, કેમેરાની પાછળ વોટર બોટલનો ઉપયોગ થયો છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter