PAK-ચીનને ઝટકો, રશિયાએ NSG સભ્યપદ માટે ભારતનું સમર્થન કર્યું

એનએસજીમાં સભ્ય પદ માટે રૂસે ફરીવાર ભારતનું સમર્થન કર્યું છે. રૂસે પાકિસ્તાનને ઝટકો આપતા ભારત પ્રત્યે જૂની દોસ્તીને નિભાવી. મોસ્કોએ એક નિવેદનમાં જણાવ્યુ કે એનએસજીમાં ભારતની દાવેદારીને પાકિસ્તાન સાથે જોડવીએ અયોગ્ય બાબત છે. મોસ્કો વિભિન્ન તબક્કાવાર ચીન સાથે વાતચીત કરશે.

આ પહેલા ચીન સતત ભારતનો વિરોધ કરી રહ્યું હતું. સમગ્ર મામલે ત્યારે સામે આવ્યો જ્યારે રશિયાના નાયબ વિદેશ પ્રધાન સર્ગેઈ રયાબકોવે ભારતના વિદેશ સચિવ એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ રયાબકોવે જણાવ્યુ કે એનએસજીની સભ્યતા માટે પાકિસ્તાનના અરજી પર કોઈ સર્વસમ્મતિ નથી. જેને ભારતની દાવેદારી સાથે જોડવી અશક્ય છે. આવુ પહેલીવાર બન્યું છે કે રૂસના કોઈ વરિષ્ઠ ડિપ્લોમેટે જાહેરમાં બે મામલાને જોડીને પ્રતિક્રિયા આપી હોય.

મહત્વનું છે કે. આ પહેલા વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ચીનને મનાવવા માટે રશિયાનો સંપર્ક કર્યો હતો. ચીન ભારતને મેરિટના આધારે એનએસજીનું સભ્ય પદ આપવાનો વિરોધ કરી રહ્યું છે. ત્યારે રૂસનું આ નિવેદન ભારત માટે મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો 

Youtube Twitter

Gujarat Elections 2017 - Full Coverage