ફેડરરે આઠમી વખત જીત્યો વિમ્બલડન ખિતાબ

સ્વિટ્ઝરલેન્ડના દિગ્ગજ ટેનિસ ખેલાડી રોજર ફેડરરે રવિવારે ક્રોએશિયાની મારિન સિલિચને આસાનીથી હરાવીને વર્ષનો ત્રીજો ગ્રૈંડ સ્લૈમ વિમ્બલડનનો પુરુષ સિગલ ખિતાબ જીત્યો છે. ઓલ ઇંગ્લેન્ડ કલબમાં ફેડરરનો આ રેકોર્ડ આઠમી ખિતાબી જીત છે.

રવિવારે ફાઇનલ મેચમાં રોજર ફેડરરે ક્રોએશિયાના મારિન સિલિકને 6-3, 6-1, 6-4 થી હાર આપી હતી. આ સાથે 35 વર્ષના ફેડરરે 19મો ગ્રૈંડ સ્લૈમ ખિતાબ પર કબજો જમાવ્યો હતો. ઉપરાંત આઠમો વિમ્બલડન ખિતાબ પણ હાંસલ કર્યો હતો. રોજર ફેડરરે પૂર્વ અમેરિકી દિગ્ગજ પીટ સૈંપ્રાસ(7)ને પાછળ મૂક્યો હતો. ફેડરરે છેલ્લી વખત 2012માં વિમ્બલડન ખિતાબ જીત્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ફેડરરે આ પહેલા વર્ષ 2003, 2004, 2005, 2006, 2007, 2009 અને 2012માં વિમ્બલડન ખિતાબ જીતવાનું ગૌરવ હાંસલ કર્યું હતું.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter