ઈદ પહેલા રાઈઝીંગ કાશ્મીરના એડિટર શુઝાત બુખારીની ગોળી મારીને કરાઈ હત્યા

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ગુરૂવાર સાંજે આજ્ઞાત હુમલાખોરોએ રાઇઝીંગ કાશ્મીર સમાચાર પત્રના સંપાદક શુઝાત બુખારીની ગોળી મારીને હત્યા કરી છે. હુમલાખોરોએ શ્રીનગરની પ્રેસ કોલોનીમાં રાઇઝિંગ કાશ્મીર સમાચાર પત્રના સંપાદક શુઝાત બુખારી, તેના પીએસઓ સહિત કુલ ત્રણ લોકો પર ગોળીબાર કર્યો.

જે બાદ શુઝાત બુખારીને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. આ હુમલામાં બુખારીના એસપીઓને પણ ગોળી વાગી હતી. જેનું પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું છે. ઇદની પૂર્વ સંધ્યાએ બનેલી આ ઘટનાને ક્રૂર ગણાવી. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ દુઃખ વ્યક્ત કહ્યુ કે આ ઘટના આંચકાજનક છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter