શું સરકાર આ કારણથી નથી કરી રહી પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછાં?

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલિમ ઉત્પાદનોને GST હેઠળ લાવવાનું સૂચન કર્યું હતું ત્યારે રાજ્ય સરકારોએ કહ્યું હતું કે, તેનાથી રેવન્યુ પર અસર પડશે.

ત્યારે બીનભાજપ શાસિત પ્રદેશોએ માગ કરી છે કે, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GSTના દાયરામાં લાવવામાં કેન્દ્ર સરકાર ખોટ ભરપાઈ કરે.. બીનભાજપ શાસિત પશ્ચિમ બંગાળ- પંજાબ- કેરલ અને કર્ણાટકે સ્પષ્ટ કર્યું છે કે, પેટ્રલિયમ પેદાશોને GSTના દાયરામાં લાવવાનો સ્વીકાર ત્યાં સુધી નહીં કરે જ્યાં સુધી કેન્દ્ર સરકાર તેનાથી થનારા નુકસાનની ભરપાઈ કરે..
કેન્દ્ર સરકાર આ રીતની ભરપાઈ કરવામાં અસમર્થ હોવાનું પહેલા જ કહી ચૂકી છે.

રાજ્ય અને કેન્દ્રના ટેક્સ મળીને પેટ્રોલ અને ડીઝલ પર ગ્રાહક સો ટકાથી વધુ ટેક્સ આપે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ રિફાઈનીંગ બાદ એક લીટર પેટ્રોલની કિંમત 29.53 રૂપિયા થાય છે. જ્યારે ડીઝલન કિંમત 29.12 રૂપિયા પ્રતિ લિટર થાય છે. કેન્દ્ર સરકાર પ્રતિ લિટક પેટ્રોલ પર 21.14 રૂપિયા અને ડીઝલ પર 17.33 રૂપિયા ટેક્સ વસૂલે છે. જ્યારે રાજ્ય સરકાર 20થી 47 ટકા સુધી વેટ વસૂલે છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter