અનામત મુદ્દે કોંગ્રેસ ઉલ્લુ બનાવે છે, ભાજપનો ચૂંટણી ઢંઢેરો તૈયાર: અરૂણ જેટલી

અમદાવાદ આવેલા કેન્દ્રીય નાણાંપ્રધાન અને ચૂંટણી પ્રભારી અરૂણ જેટલી કોંગ્રેસ પર વરસ્યા છે. અરૂણ જેટલીએ કોંગ્રેસ-પાસની મિલીભગત અને કાર્યકરો વચ્ચેની મારામારી પર નિશાન સાધ્યું હતુ.

તેમણે આક્ષેપ કર્યો કે, કોંગ્રેસ અરાજકતા ફેલાવે છે. સુપ્રીમના ચુકાદા મુજબ 50 ટકાથી વધુ અનામત શક્ય નથી ત્યારે કોંગ્રેસ પાટીદારોને અનામતની લોલીપોપ પકડાવી ઉલ્લુ બનાવે છે. તેમણે કહ્યું કે, ભાજપનો ચૂંટણી ઢંઢેરો તૈયાર છે અને જલ્દી જ તેને જાહેર કરાશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter