આમ આદમીને પેટ્રોલ-ડીઝલના ભાવમાં મળી શકે છે રાહત, મંત્રાલયે ભર્યુ આ પગલું

દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થતાં સામાન્ય માણસના ખિસ્સા પર ભાર વધી ગયો છે. દેશમાં પેટ્રોલની કિંમત 80 રૂપિયાને વટાવી ચૂકી છે અને ડીઝલની કિંમત 67 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થવાથી પેટ્રોલિયમ મંત્રાલયે એક્સાઈઝ ડ્યુટીમાં કાતર ફેરવવાની માંગ કરી છે.

આંતરરાષ્ટ્રીય ક્રુડ બજારોની કિંમતમાં થતાં વધારાને ધ્યાનમાં રાખી પેટ્રોલિયમ મંત્રાલયે નાણાં પ્રધાનને વર્ષ 2018-19ના કેન્દ્રીય બજેટમાં એક્સાઈઝ ડ્યુટીમાં કાતર ફેરવવાની માંગ કરી છે. મહત્વનું છે કે, આગામી અઠવાડિયે સંસદમાં બજેટ રજૂ થવાનું છે.

પેટ્રોલિયમ સચિવ કેડી ત્રિપાઠીએ કહ્યું કે, મંત્રાલયે ઉદ્યોગો પાસેથી મળેલા સૂચનોના આધાર પર ભલામણો વિચાર માટે મોકલી છે. જોકે, આ બાબતે વિગતવાર માહિતી આપવાનો ઈનકાર કર્યો છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ પર પ્રતિલીટર 19.48 રૂપિયા તથા ડીઝલ પર પ્રતિલીટર 15.33 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી વસૂલે છે. જ્યારે દિલ્હીમાં પેટ્રોલ પર વેટ 15.39 રૂપિયા અને ડીઝલ પર 9.32 રૂપિયા વસૂલે છે. મુખ્ય બે બ્રેંટ અને અમેરિકી વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ ક્રુડ આજે વધારી અનુક્રમે 69.41 ડૉલર પ્રતિ બેરલ તથા 63.99 ડૉલર પ્રતિ બેરેલ પહોંચી ગયા છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter