રિલાયન્સ JIOમાં બમ્પર વેકેન્સી, careers.jio.com પર કરો અપ્લાય

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માલિકીની કંપની રિલાયન્સ જીયોમાં બમ્પર વેકેન્સી બહાર પડી છે.  Reliance Jio એ હાલમાં જ નોટિફિકેશન બહાર પડીને સંખ્યા બંધ જગ્યાઓ પર અરજી મંગાવી છે. પોતાની યોગ્યતા અનુસાર તમે અરજી મોકલી શકો છો. લોન્ચિંગના સમયે રિલાયન્સ જીયોમાં 1.20 લાખ લોકોને રોજગાર આપવાનો ટારગેટ રાખવામાં આવ્યો હતો. જીયોએ પોતાની વેબસાઈટ પર ઘણી કેટેગરીમાં જોબ ઓફર કરી છે. આ પહેલી વખત નથી કે રિલાયન્સ જીયો દ્વારા નોકરીઓ આપવામાં આવી રહી છે આ પહેલા પણ સમય-સમય પર જીયોમાં વેકેન્સી બહાર પડે છે.

BE/B.Techમાં કોઈ પણ માન્યતા વાળી સંસ્થા કે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતા અનુભવી કે બિનઅનુભવી ઉમેદવાર અરજી કરી શકે છે. ઇન્ટરવ્યુના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે તેનું લોકેશન નવી મુંબઈનું રાખવામાં આવ્યું છે. ઉમેદવાર Reliance JIOની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે.

જીઓ.કોમ અને કરીઅર.જીઓ.કોમ પર તમે જોબ માટે અરજી કરી શકો છો. આ માટે તમારે તેની વેબસાઈટ પર પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટે તમારો મોબાઈલ નંબર આપવાનો રેહશે. ફોર્મ ભર્યા બાદ તમારા મોબાઈલ પર એક એસએમએસ દ્વારા કન્ફર્મેશન કરવામાં આવશે. ત્યાર બાદ તમારે ફરી કરીઅર.જીઓ.કોમ પર લોગ-ઇન કરવાનું રેહશે જેમાં તમને ચાર ઓપ્શન આપવામાં આવશે. ત્યાર બાદ ઉપર જણાવેલી વેબસાઈટ પર જઈને તમે આગળની પ્રક્રિયા કરી શકશો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter