Jioનો આ ધમાકેદાર પ્લાન આપશે Airtel ને ટક્કર, દરરોજ મળશે 5GB હાઇસ્પીડ ડેટા

દિગ્ગજ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ પોતના ગ્રાહકોને ધ્યાનમાં લેતા બે નવા પ્લાન લૉન્ચ કર્યા છે. આ પ્લાનમાં ગ્રાહકોને દૈનિક 4જીબી અને 5જીબી ડેટા આપવામાં આવશે. જિયોના આ પ્લાનની ટક્કર એરટેલ, આઇડિયા અને વોડાફોન જેવી પ્રમુખ ટેલિકોમ કંપનીઓ સાથે થશે.

509 રૂપિયાનો પ્લાન

જિયોના 509 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 4જીબી હાઇ-સ્પીડ ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં ગ્રાહકોને કુલ 112 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વૉઇસ કૉલની સુવિધા પણ મળશે. સાથે જ ગ્રાહકોએ નેશનલ રૉમિંગ માટે કોઇ વધારાનો ચાર્જ ચુકવવાનો નથી. સાથે જ આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

799 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાંમ ગ્રાહકોને કુલ 140 જીબી હાઇ સ્પીડ ડેટાનો લાભ મળશે. આ પ્લાનમાં ગ્રાહકોને દૈનિક 5જીબી હાઇસ્પીડ ડેટાનો લાભ મળશે. જિયોના દરેક પ્રિપેઇડ પ્લાનની જેમ જ આ પ્લાનમાં પણ અનલિમિટેડ કૉલ્સ અને 100 એસએમએસની સુવિધા પણ મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

એરટેલના બે નવા પ્લાન

ટેલિકોમ કંપની ભારતી એરટેલે પોતાના પ્રિપેડ યુઝર્સ માટે એક નવો 558 રૂપિયોનો પ્લાન લૉન્ચ કર્યો છે. જેમાં યુઝર્સને 246જીબી 4જી ડેટા મળશે એટલે કે યુઝર્સને દરરોજ 3જીબી ડેટા મળશે. આ સાથે જ 82 દિવસની વેલિડિટી સાથે દરરોજ 100 એસએમએસની સુવિધા પણ આપવામાં આવશે. આ ઉપરાંત યુઝર્સને આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળી રહી છે.

તાજેતરમાં જ એરટેલે યુઝર્સને આકર્ષવા માટે અને રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે પોતાના 149 રૂપિયાના પ્લાનમાં ફેરફાર કર્યા છે. હવે યુઝર્સને 149 રૂપિયાના પ્લાનમાં 28 જીબી 4જી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે. ઉલ્લેખનીય છે કે એરટેલે આ પ્લાન પોતાના પ્રિપેઇડ ગ્રાહકો માટે લૉન્ચ કર્યો છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter