Bitcoin ની જેમ Jiocoin લાવવાની તૈયારી કરી રહ્યું છે Reliance Jio

ટેલિકમ્યુનિકેશનમાં ધૂમ મચાવ્યા બાદ હવે જિયો પોતાની ક્રિપ્ટોકરન્સી લઇને આવવાની તૈયારી કરી રહ્યું છે. જિયો બિટકોઇનની જેવું જિયોકોઇન લાવવાની તૈયારી કરી રહ્યું છે. મુકેશ અંબાણીનો પુત્ર જિયો કોઇન બનાવનારી ટીમને લીડ કરશે. તે બ્લોકચેન ટેક્નોલોજી પર કામ કરશે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર જિયો કોઇન બનાવનારી ટીમમાં 50 યુવા પ્રોફેશનલ્સ હશે. આ બાબત સાથે સંકળાયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે આ કામ માટે 50 વોકોની ટીમ બનાવવામાં આવશે. આ ટીમમાં સામેલ લોકોની ઉંમર 25 વર્ષની આસપાસ હશે. આ ટીમ બ્લોકચેન સાથે સંબંધિત અલગ-અલગ પ્રોડક્ટ્સ પર કામ કરશે. આ ટીમનું નેતૃત્વ મુકેશ અંબાણીનો પુત્ર આકાશ અંબાણી કરશે.

બ્લોકચેન એક ડિજિટલ લેઝર છે, જે ડેટાને સ્ટોર કરે છે, જેમાં  ફાઇનાન્શિયલ ટ્રોન્જેક્શનનો પણ સમાવેશ થાય છે પરંતુ તે મર્યાદિત નથી. બ્લોકચેન કોપી કર્યા વિના માહિતી ડિસેન્ટ્રલાઇઝ્ડ કરે છે. આ માહિતી ડેટાબેઝના માધ્યમ દ્વારા બ્લોકચેન પર શેર કરવામાં આવે છે, જેને રિયલ ટાઇમના આધારે એક્સેસ કરી શકાય છે. આ ડેટાબેઝ ફિઝિકલ સર્વર પર સ્ટોર કરવામાં આવતો નથી, પરંતુ તેને ક્લાઉડ પર સ્ટોર કરવામાં આવે છે. ક્લાઉડ પર અમર્યાદિત ડેટાને સરળતાથી સ્ટોર કરી શકાય છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter