GSTV
Home » News » Reliance Jioમાં જૉબ કરવાની સોનેરી તક, કંપની આપી રહી છે 80,000 નોકરીઓ

Reliance Jioમાં જૉબ કરવાની સોનેરી તક, કંપની આપી રહી છે 80,000 નોકરીઓ

જો તમે બેરોજગાર હોય અને નોકરી શોધી રહ્યા હોય તો રિલાયન્સ જિયો તમારા માટે એક ખુશખબર લઇને આવ્યું છે. ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં તહેલકો મટાવનાર રિલાયન્સ જિયો હવે નોકરી માટે પણ દમદાર ઑફર લઇને આવ્યું છે. કંપની 80 હજાર લોકોને નવી નોકરી આપવા માટે વેકેન્સી બહાર પાડવા જઇ રહી છે. આ નોકરીઓ અલગ અલગ ક્ષેત્રોની હશે. જેમાં સેલ્સ અને માર્કેટિંગથી લઇને કોર્પોરેટ અને એન્જિનિયરિંગ લેવલ સુધીની વેકેન્સી હશે.

કંપનીએ સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, કસ્ટમર સર્વિસીઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આઇટી એન્ડ સિસ્ટમ, સપ્લાય ચેઇન, કોર્પોરેટ સર્વિસ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કોન્ટેક્ટ વગેરે ક્ષેત્રોમાં જૉબ વેકેન્સી બહાર પાડી છે. જેમાં જરૂરિયાતમંદ લોકો અપ્લાય કરી શકે છે.

અરજદારને જોબ્સ સાથે સંબંધિત સમગ્ર માહિતી જોઇતી હોય તો તમે રિલાયન્સ જિયોના કરિયર પેજ પર જઇને જોઇ શકો છો. આ પેજ પર તમે અલગ લગ જોબ વિશે માહિતી મેળવી શકો છો. અરજી કરવા માટે તમારે સમગ્ર પ્રક્રિયા માંથી પસાર થવુ પડશે. સૌપ્રથમ Careers.jio.com પર જાઓ અને ન્યૂ યુઝર પર ક્લિક અથવા ડાયરેક્ટ લિંક પર ક્લિક કરો. પછી તેમાં રજીસ્ટર કરો. જે પછી તમને એક એસએમએસ આવશે. જેમાં કન્ફર્મેશન થશે. તે પછી ફરીથી Careers.jio.com પર લૉગઇન કરો. તે પછી તેની યોગ્યતાના હિસાબે સ્ટુડેન્ટ્સ એન્ડ ગ્રેજ્યુએટ જૉબ્સ, જિયોગ્રાફિકલ જૉબ્સ, કોર્પોરેટ જૉબ્સ અને હૉટ જૉબ્સ માટે સર્ચ કરો. જ્યાં તમને આ અંગે જાણકારી મળશે કે કઇ જૉબ માટે કંપનીએ કઇ લાયકાત માંગી છે.

હાલ જિયોમાં 1.5 લાખથી વધુ કર્મચારી કામ કરે છે. આ કાર્યક્રમમાં જિયોના ચીફ એચઆર ઓફિસર સંજય જોગે જાણકારી આપતા જણાવ્યું કે આશરે 6 હજાર કોલેજ અને ટેક્નિકલ ઇન્સ્ટિટ્યુશન્સ સાતે કંપની પાર્ટનરશિપ કરી રહી છે. જે રીતે જિયોનો વિસ્તાર થયો છે તે જોઇને તમે અંદાજ લગાવી શકો છો કે આવનારા સમયમાં વધુ નોકરીની તકો ઉભી થશે.

Related posts

વિવેકે ઐશ્વર્યા માટે કરેલી મજાક તેને જ પડી રહી છે ભારે, હવે ફેન્સ આવી રીતે ઉડાવી રહ્યા છે મજાક

Mansi Patel

મીડિયાની ટીકાથી કંટાળેલા એચડી કુમારસ્વામી નિયંત્રણ માટે લાવશે કાયદો

NIsha Patel

રમા વસ્ત્રો ઉતારી પલંગ પર સૂઈ ગઈ, સુધીર પણ પોતાના વસ્ત્રો ઉતારવા લાગ્યો અને….

Bansari
Do NOT follow this link or you will be banned from the site!