Jio આપી રહ્યું છે 10 GB Free ડેટા, ડાયલ કરો આ નંબર

રિલાયન્સ જિયોએ પોતાના ગ્રાહકોને હોળીના ખાસ અવસરે એક ભેટ આપી છે. જિયો પોતાના યુઝર્સને ફ્રીમાં 10જીબી ડેટા આપી રહ્યું છે. જો કે આ ફ્રી ડેટા હાલ ગણતરીના યુઝર્સને મળ્યો છે પરંતુ તમને પણ આ ફ્રી ડેટા મળી શકે છે. તમને આ ફ્રી ડેટા મળ્યો છે કે નહી તે જાણવા માટે માય જિયો એપમાં જઇને તમારો પ્લાન ચેક કરો અને તમને ડેટા નથી મળ્યો તો એક નંબર ડાયલ કરીને તમે તેના વિશે જાણી શકો છો. આ અંગે કંપનીએ ટ્વિટ કરીને જાણકારી આપી છે.

કંપની આ ફ્રી ડેટા ડિયો ટીવી યુઝર્શને આપી રહી છે. ઉલ્લેખનીય છે કે જિયો ટીવી એપ પર ફ્રીમાં 500થી વધુ ચેનલો જોઇ શકાય છે. ફ્રીમાં મળતા 10 જીબી ડેટાની વેલિડિટી 27 માર્ચ સુધી છે.

માય જિયો એપમાં જઇને તમે ચેક કરી શકો છો કે તમને આ ડેટા મળ્યો કે નહી તો તમે ફ્રી નંબર 1299 ડાયલ કરીને ચેક કરી શકો છો. જો તમને આ ફ્રી ડેટા મળે તો તમે આ ડેટાનો ઉપયોગ દૈનિક 1 જીબી ડેટા પૂરો થયા પછી કરી શકો છો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter