JIO લાવશે IPO, મુકેશ અંબાણીએ તૈયારી કરી લીઘી

ટેલીકોમ ક્ષેત્રમાં તહેલકો મચાવી દીધા બાદ હવે JIO ટૂંક સમયમાં એક નવો ધમાકો કરવા જઇ રહી છે. મળતી વિગતો અનુસાર મુકેશ અંબાણી રિલાયન્સ JIO ઇન્ફોકોમ લી.ના IPO લાવવાની યોજના બનાવી રહ્યા છે. અત્યાર સુઘીમાં તેમણે JIO માં 31 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. હવે બજારમાંથી આ પૈસા એકત્ર કરવા માટે IPO લાવવાની તૈયારી થઇ રહી છે.

અલબત, હજી આ માટે વિચારણા ચાલી રહી છે. વ્યક્ત થઇ રહેલી શક્યતાને ધ્યાને લેતા 2018 ના અંત અથવા તો 2019 ની શરૂઆત સુધીમાં રિલાયન્સ જીઓ IPO બજારમાં લાવી શકે છે. સત્તાવાર લોન્ચીંગથી લઇને અત્યાર સુધીમાં JIO એ કોઇ નફો કર્યો નથી. બજારમાં શેર વેંચતા ૫હેલા કં૫ની દ્વારા આર્થિક દેખાવને મજબુત બનાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. બીજા ત્રિમાસીકમાં રિલાયન્સ JIO ઇન્ફોકોમે રૂ.270 કરોડની ખોટ કરી હતી. આ સમયે તેની આવક રૂ.6147 કરોડ હતી. જૂન ત્રિમાસિકમાં આ ખોટ રૂ.21.3 કરોડ થઇ હતી.

રિલાયન્સ ઇન્ફોકોમ જો IPO બજારમાં લાવશે તો તેનાથી તે 500 થી 700 બીલીયન રૂપિયા સુધીનું માર્કેટ કેપીટલાઇઝેશન મેળવી શકે છે. નિષ્ણાંતોના મતે આ અધધ રકમથી કં૫ની લીસ્ટીંગના સમય સુધીમાં 250 બિલીયન રૂપિયા સુધીની વાર્ષિક રેવન્યુની સ્થિતિમાં આવી જશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, IPO લાવીને JIO માર્કેટમાં કેવી હલચલ મચાવી શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter