GSTV
Home » News » મોદીઅે વિશ્વની સૌથી મોટી સ્કીમની ભારતીયોને અાપી ગીફ્ટ, 10 કરોડ લોકોને થશે ફાયદો

મોદીઅે વિશ્વની સૌથી મોટી સ્કીમની ભારતીયોને અાપી ગીફ્ટ, 10 કરોડ લોકોને થશે ફાયદો

વડાપ્રધાન મોદીઅે આજે પાંચમી વખત લાલ કિલ્લા પરથી રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો છે. 72માં સ્વતંત્રતા દિવસે તેમણે 82 મિનિટનું ભાષણ આપ્યું છે. તેમણે લાલ કિલ્લાની પ્રાચીર પરથી ત્રણ મોટી જાહેરાત કરી છે. પહેલી- 2022માં આઝાદીના 75 વર્ષ પૂરાં થતા ભારત અંતરિક્ષમાં માનવ મિશન સાથે ગગનયાન મોકલશે અને તે આવું કરનાર દેશનો ચોથો દેશ બનશે. તેમણે કહ્યું હતું કે, ર૦રરમાં દેશની આઝાદીના ૭પ વર્ષ થાય છે ત્યારે અને શક્ય હશે તો તે પહેલાં દેશનો કોઇ પુત્ર કે પુત્રી અંતરીક્ષમાં હાથમાં તિરંગો લઇને જશે. ચાંદ હોય કે પછી મંગળ હોય આપણે માનવસહિત યાન લઇને જઇશું. તેમણે ભારતનુ માનવસહિત અંતરીક્ષ અભિયાન સંપૂર્ણ રીતે મેઇડ ઇન ઇન્ડિયા હોવાનુ પણ જણાવ્યુ હતુ. ભારતના ગરીબ પરિવારોને યોગ્ય ઈલાજ અને ગંભીર બીમારીઓથી બચાવવા માટે આરોગ્ય ભારતના આ અભિયાનની શરૂઆત થશે. 25 સપ્ટેમ્બરથી આયુષ્માન ભારત સ્કીમની શરૂઆત થશે. બજેટમાં જાહેરાત કરવામાં આવેલી આયુષ્માન ભારત સ્કીમ અંતર્ગત દેશના 10 કરોડ પરિવારોને 5 લાખ રૂપિયા સુધીના ફ્રી હેલ્થ ઈન્સ્યોરન્સની સુવિધા મળશે. જેમાં લગભગ તમામ ગંભીર બીમારીઓનો ઈલાજ કવર થશે.

સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલમાં કેશલેસ ઈલાજ કરાવવામાં આવશે

 આયુષ્માન ભારત સ્કીમમાં કોઈ પણ વિશેષ રૂપથી મહિલાઓ, બાળકો અને વૃદ્ધો ઈલાજથી વંચિત ન રહે તે માટે ફેમિલી સાઈઝ અને ઉંમરની કોઈ જ મર્યાદા નથી લગાવવામાં આવી. આ સ્કીમમાં હોસ્પિટલમાં દાખલ થવા અને તે બાદના ખર્ચાઓને સામેલ કરવામાં આવ્યાં છે.  દર વખતે હોસ્પિટલાઈઝેશન માટે ટ્રાંસપોર્ટેશન એલાઉન્સનો પણ ઉલ્લેખ કરાયો છે. સારવાર દેશના કોઈપણ સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલમાં કેશલેસ ઈલાજ કરાવવામાં આવશે.

મોદી સરકાર લગભગ 11 કરોડ ફેમિલી કાર્ડ છાપશે

 આયુષ્માન ભારત સ્કીમ માટે મોદી સરકાર લગભગ 11 કરોડ ફેમિલી કાર્ડ છાપશે અને લોકોને હાથોહાથ પહોંચાડશે. સરકાર ગામડાંઓમાં આયુષ્માન પખવાડીયાનું આયોજન કરશે. જ્યાં આ કાર્ડ્સની હેન્ડ ડીલવરી આપવામાં આવશે. એટલે કે ઘર દીઠ કાર્ડ પહોંચાડવાની જવાબદારી મોદી સરકાર પોતે જ ઉઠાવશે.  સરકાર દિલ્હીમાં 24*7 કોલ સેન્ટર પણ બનાવશે, જ્યાં આ મેડિકલ ઈન્સ્યોરન્સ સ્કીમ સાથે જોડાયેલાં લોકોની ફરિયાદ સાંભળશે અને સવાલોના જવાબ આપશે.  આ અંગેની જાણકારી આયુષ્માન ભારત નેશનલ હેલ્થ પ્રોટેકશન મિશને આપી છે.  ફેમિલી કાર્ડ પર આ સ્કીમના પાત્ર સભ્યોના નામ હશે.  કાર્ડની સાથે દરેક વ્યક્તિના નામ વાળો એક લેટર આપવામાં આવશે, જેમાં આયુષ્માન ભારત સ્કીમની વિશેષતાઓ જણાવવામાં આવશે.

દેશના લગભગ 10 કરોડ પરિવારોને કવર કરાશે

 યોજના અંતર્ગત લગભગ 50 કરોડ લોકોને વર્ષે 5 લાખ રૂપિયાના ઈલાજની નિઃશુલ્ક સુવિધા આપવામાં આવશે. કેન્દ્ર સરકારની યોજના આ સ્કીમ અંતર્ગત દેશના લગભગ 10 કરોડ પરિવારોને કવર કરવાની છે.  હાલ આ સ્કીમ અંતર્ગત દેશના સામાજિક અને આર્થિક રીતે નબળા લોકોને નિઃશુલ્ક ઈલાજની સુવિધા આપવામાં આવશે.  પોલિસી લીધાના પહેલાં દિવસથી આ તમામ સુવિધાઓ મળવા લાગશે. હોસ્પિટલમાં દાખલ હોવાની સ્થિતિમાં આવવા જવાનું ભથ્થું પણ આપવામાં આવશે.

ફેમિલી કાર્ડ લાભાર્થીઓની ઓળખ માટે એક માધ્યમ પણ બનશે

 આયુષ્માન ભારત નેશનલ હેલ્થ પ્રોટેકશન મુજબ સરકારે ગ્રામીણ વિસ્તારોમાં 80 ટકા લાભાર્થી અને શહેરી ક્ષેત્રોના 60 ટકા લાભાર્થીઓને પસંદગી આ કાર્ડ માટે કરાઈ છે. ફેમિલી કાર્ડ લાભાર્થીઓની ઓળખ માટે એક માધ્યમ પણ બનશે જો કે તેના માટે યોગ્ય ડોક્યુમેન્ટ્સની જરૂર તો રહેશે જ. નેશનલ હેલ્થ એજન્સીઓના લાભાર્થીઓની સૂચના મળ્યાં બાદ સર્વિસ પ્રોવાઈડ લેટર્સની પ્રિન્ટિંગ શરૂ કરશે.  પ્રિન્ટિંગ પછી એરિયા કોડ મુજબ તમામ લેટર્સ ડિસ્ટ્રિક્ટ હેડકવાર્ટર મોકલવામાં આવશે. જે બાદ લેટર્સને ગ્રામ પંચાયત મોકલવામાં આવશે. જે બાદ સરકારના આયુષ્માન પખવાડીયું કાર્યક્રમમાં હેલ્થ વર્કર્સ ઈન લેટર્સને લાભાર્થીઓને પરિવારોને આપશે.

અમારી સરકારે જીએસટીનો અમલ કર્યો

પીએમ મોદીએ તેમની સરકાર દ્વારા કરાયેલી કામગીરીની રૂપરેખા રજૂ કરીને ર૦૧૯ની ચૂંટણીની બ્યૂગલ પણ ફૂક્યુ હતુ. તેમણે યુપીએ સરકારના શાસનને યાદ કરતા કહ્યુ કે ર૦૧૩ની ગતિએ આગળ વધતા તો આજે વિકાસ કરતા દશકાઓ વીતી જતા હતા.તેમણે કહ્યુ કે ર૦૧૪માં લોકોએ ન માત્ર સરકાર બનાવી પરંતુ દેશને બનાવવાનુ પણ કામ કર્યુ. આજે દેશના સવાસો હિંદુસ્તાની દેશ નિર્માણમાં એકજૂથ થયા છે. પીએમ મોદીએ તેમની સરકારે કડક નિર્ણય લેવામાં કદી ડગવાની નથી તેમ પણ જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે જીએસટીના અમલીકરણની સૌ કોઇ વાત કરતા હતા. પરંતુ કોઇ તેનુ અમલ નહોતુ કરતુ. અમારી સરકારે જીએસટીનો અમલ કર્યો છે. શરૂઆતમાં થોડીક કઠણાઇઓઓનો વેપારીઓએ સામનો કર્યો. પરંતુ  નાના વેપારીઓએ પણ સહકાર આપી તેને સ્વીકાર્યો.

હાઈબ્રિડ મોડલ પર મોટાં ભાગના રાજ્યો સહમત

 દેશના તમામ રાજ્યોમાં આ સ્કીમને હાઈબ્રિડ મોડલ પર લાગુ કરવામાં આવી શકે છે. જે અંતર્ગત 1 લાખ રૂપિયા સુધીના ઈલાજનો ખર્ચ વીમા કંપની ભોગવશે. તો ઈલાજનું બિલ 1 લાખ રૂપિયાથી વધારે હોય તો બિલની ચુકવણી ટ્રસ્ટ કરશે.  દેશમાં આ સ્કીમને લાગુ કરવા માટે 23 રાજ્યોએ સહમતી દાખવી છે પરંતુ કેટલાંક રાજ્યો એવાં છે જે પોતાને ત્યાં આ સ્કીમને ઈન્સ્યોરન્સ મોડલની જગ્યાએ ટ્રસ્ટ મોડલ પર લાગુ કરવા ઈચ્છે છે.  હાઈબ્રિડ મોડલ પર મોટાં ભાગના રાજ્યો સહમત થઈ શકે છે. જેમાં વીમા કંપનીઓ પર ઓછો ખર્ચ આવશે અને કેન્દ્ર સરકારને પણ આ સ્કીમ અંતર્ગત પ્રતિ પરિવાર ઓછું પ્રીમિયમ આપવું પડશે.

Related posts

હાઇકોર્ટે સરકાર અને કોર્પોરેશનો લીધો ઉધડો,કહ્યું કેરી…

Path Shah

વડોદરામાં લાખો લોકોએ ગંદુ પાણી પીધું, અઢી મહિના પછી ખબર પડી કે…

Riyaz Parmar

કાશીનો પ્રસાદ મને શક્તિ આપે છે: PMનાં આગમનથી સમગ્ર વારાણસી કેશરીયા નગરી બની

Riyaz Parmar