ફરી ધોનીના સમર્થનમાં આવ્યા શાસ્રી, કહ્યું- ટીકા કરનાર પોતાની કરિયર જુએ

ભારતના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોનીના સમર્થનમાં આગળ આવ્યા છે. તેમણે કહ્યું છે કે બે વારના વર્લ્ડકપ વિજેતા કેપ્ટન પર ટીકા કરતા પહેલા લોકોએ પોતાની કરિયર જોવી જોઇએ. વીવીએસ લક્ષ્મણ, અને અજિત અગરકર સહિત કેટલાક પૂર્વ ભારતીય ખેલાડીઓએ હાલમાં જ ટી-20 ઇન્ટરનેશનલ મેચ દરમિયાન ધોનીના કરિયર પર પ્રશ્નો ઉભા કર્યા હતા.

શાસ્રીએ કહ્યું કે ધોની પર ટિપ્પણી કરતા પહેલા લોકોએ પોતાની કરિયર પર ધ્યાન આપવું જોઇએ. પૂર્વ કેપ્ટનમાં ઘણું ક્રિકેટ છે અ તે ટીમની જવાબદારી છે કે આ ખેલાડીને સમર્થન કરે. શાસ્રીએ અહીં ફેનેટિક રમત સંગ્રહાલયમાં 2011માં વર્લ્ડકપ વિજેતા રહેલી ભારતીય ટીમના ખેલાડીઓ સાથે ઓટોગ્રાફ જોઇ રહ્યા હતા.

શાસ્રીએ કહ્યું કે વિકેટની પાછળ અને બેટની ક્ષમતા, સમજદારી અને મેદાનમાં ચપળતા જોતા કોઇપણ ધોનીથી સારુ નથી. શાસ્ત્રીએ ખેલાડીઓની પ્રશંસા કરતા કહ્યું કે ફિલ્ડિંગના મામલામાં ભારતીય ટીમ સર્વશ્રેષ્ઠ છે. અને તે જુની ભારતીય ટીમથી તેને અલગ બનાવે છે.

ભારત અને શ્રીલંકા વિરુદ્ધવ ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝની પહેલી ટેસ્ટ 16 નવેમ્બરથી ઇડન ગાર્ડન્સમાં રમવામાં આવશે. નવા શાસ્રીના કાર્યકાળમાં તે પહેલી ઘરેલુ ટેસ્ટ સિરીઝ હશે. તેમણે કહ્યું છે કે ભારતીય ટીમ હમેંશા જીતવા માટે મેદાન પર ઉતરે છે. મહત્વનું છે કે અમે આશા રાખીએ છીએ કે દક્ષિણ આફ્રિકા જતા પહેલા અમે ડોઢ મહીના સુધી ચાલનારી સિરીઝ જીતીશું.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter