રાજ્યસભાની ચૂંટણી : ભાજપના રાઠવા, કોંગ્રેસના રૂપાલા અને માંડવિયાનું ફોર્મ રદ કરાવવા ઉધામા

રાજ્યસભામાં ગુજરાતમાંથી ચાર બેઠકો માટે કુલ આઠ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેની ચકાસણીની પ્રક્રિયા પૂરી થવામાં છે. સંસદ ચાલુ હોવાને કારણે કેન્દ્રીય રાજ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા સ્ક્રૂટીની પ્રક્રિયા દરમિયાન હાજર રહ્યા નથી. સ્ક્રૂટિની પ્રક્રિયા શરૂ થતાં નીતિન પટેલ, જીતુ વાઘાણી,  કિરીટસિંહ રાણા, રજની પટેલ, પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યા છે. તો કોંગ્રેસમાંથી બાબુ મંગુકિયા અને શક્તિસિંહ પણ પહોંચ્યા છે. ફોર્મ ચકાસણી શરૂ થાય તે પહેલા નારણ રાઠવાએ અધિકારી સમક્ષ નો ડ્યુ સર્ટીફિકેટ રજૂ કર્યું છે. નિયમ મુજબ સ્ક્રુટીની પહેલા ખૂટતાં અસલ દસ્તાવેજ જમા કરાવવાની જરૂર રહે છે. ત્યારે દિલ્હી હાઈકમાન્ડમાંથી મંગાવવામાં આવેલું નો ડ્યુ સર્ટિફિકેટ આજે રજૂ કર્યું. ગઈકાલે રાઠવાએ નોટિફાઈડ કોપી રજૂ કરી હતી.

ભાજપના મનસુખ માડવીયા, પુરુષોત્તમ રૂપાલા અને કોંગ્રેસના નારણ રાઠવા અને અમીન યાજ્ઞિક બિન હરીફ ચૂંટાશે તેવી પ્રબળ શક્યતા છે..  કોંગ્રેસ સમર્થીત અપક્ષ ઉમેદવાર પી કે વાલેરા ઉમેદવારી પત્ર પરત ખેંચશે. બીજેપી ના કિરીટ સિંહ રાણા પણ ઉમેદવારી પત્ર પરત ખેંચશે. આમ બીજેપી અને કોંગ્રેસના ત્રીજા ઉમેદવારો ફોર્મ પાછા ખેંચતા રાજ્યસભાના ચારેય ઉમેદવારો બિન હરીફ ચૂંટણી જાહેર કરાશે. ફોર્મ ચકાસણીની કાર્યવાહી સાંજ સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. ફોર્મ ચકાસણી બાદ ચિત્ર સ્પષ્ટ થશે. જો ચારથી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હશે તો 23 માર્ચે રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થશે.

નારણ રાઠવા ની ઉમેદવારી સામે ભાજપ લેખિત વાંધા રજૂ કરશે. ગઈકાલે અઢી વાગે નો ડયું સર્ટિફિકેટ માટે રાઠવા ની અરજી અને પોણા ત્રણ વાગે અપાયું સર્ટી, અલગ અલગ પાંચ એજન્સીઓ ના સર્ટી આવ્યા બાદ મુખ્ય નો ડયું સર્ટી અપાય છે ત્યારે પંદર મિનિટ માં આવું સર્ટી કેવી રીતે અપાયું એ અંગે વાંધો રજૂ કરે તેવી સંભાવના છે. એક વખત ઉમેદવારી ફોર્મ સાથે 2009 નું સર્ટી રજૂ કર્યું ત્યારબાદ પાછળથી સુધારા વધારા રજૂ થઈ શકે નહીં. આમ છતાં ફોર્મ ભરાયા બાદ આજે નવું નો ડયું સર્ટી રજૂ કરવા માં આવ્યું તે નિયમ વિરુદ્ધ હોવાનું ભાજપ દ્વારા દાવો કરાયો છે.

ઉમેદવારો સામે રજૂ થયેલા વાંધા અંગે 24 કલાક માં ચૂંટણી અધિકારીએ આપવો પડે નિર્ણય, એ હિસાબે આવતીકાલે બપોરે દોઢ વાગ્યા સુધી નિર્ણય લેવાઈ શકે છે. મનસુખ માંડવીયાના ફોર્મ માં પણ સરનામાં નો વાંધો ઉઠાવવામાં આવ્યો છે. પુરષોત્તમ રૂપાલાના ફોર્મને વાંધા છતાં ગ્રાહ્ય રાખવામાં અાવ્યું છે. પરસોતમ રૂપાલામાં ઉઠાવવામાં આવેલા વાંધા ચૂંટણી અધિકારી દ્વારા સ્વીકારવામાં આવ્યા છે. વાંધા પર આવતીકાલ 2:30 કલાક પહેલાં ચૂંટણી અધિકારી નિર્ણય લેશે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter