કોચ ભલે મારે અમારા બાળકોને, અમને નથી વાંધો : રાજપથ ક્લબ વિવાદ

રાજપથના સ્વિમિંગ કોચ દ્વારા સ્વિમરને માર મારવાના કેસમાં કોચ પર પગલા ભરવાનું પ્રેશર વધી ગયું છે ત્યારે વાલીઓ કોચના બચાવમાં આગળ આવ્યા છે. વાલીઓએ રાજપથ ક્લબને પત્ર લખી કોચ હાર્દિક પટેલનો બચાવ કર્યો છે. તો કેટલાક વાલીઅોઅે અા બાબતે વિરોધ પણ કર્યો છે. અા બાબતે વાલીઅોમાં પણ મતભેદ છે.

વાલીઓએ લખ્યું છે કે તેમને કોચ હાર્દિક પટેલને શીખવવાની સ્ટાઈલ સામે વાંધો નથી. હાર્દિક સરના કોચિંગમાં તેમના સંતાનો સ્ટેટ અને નેશનલ લેવલે સારામાં સારો દેખાવ કરી રહ્યા છે. અમારા સંતાનોમાં શ્રેષ્ઠ કલા બહાર લાવવાની તેમની કોચિંગ પદ્ધતિથી અમે સારી રીતે વાકેફ છીએ.

તેમને કારણે જ અમારા સંતાનો સ્ટેટ અને નેશનલ લેવલે મેડલ લાવી શકે છે. અમને આશા છે કે તેમના કોચિંગ હેઠળ ઈન્ટરનેશનલ કોમ્પિટીશનમાં પણ સારો દેખાવ કરી જીતશે.

સોશિયલ મીડિયમાં વાયરલ થયેલો વીડિયો ગેરમાર્ગે દોરનારો છે. અમે અને અમારા સંતાનો પાંચ વર્ષથી કોચ હાર્દિક સાથે જોડાયેલા છે. અને ખૂબ ખુશ છીએ. અમારા સંતાનોમાં પણ તેઓ ફેવરીટ છે. એટલે વાલીઓ કોચ હાર્દિક પટેલને પડખે છીએ.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter