સસ્તા અનાજની દુકાનમાં મરેલો ઉંદર મળતાં ચકચાર, જુઓ VIDEO

રાજકોટના ઘાંચીવાડ ખાતે સસ્તા અનાજના દુકાનદારને ત્યાં અનાજમાંથી મરેલો ઉંદર મળી આવ્યો હતો.

અનાજમાં ધનેરા અને ઉંદર હોવા અંગે સ્થાનિકોએ ફરિયાદ કરી હતી. ત્યારે સસ્તા અનાજના પરવાનેદારોને ત્યાં કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ અને કાર્યકરોએ હલ્લાબોલ કર્યો હતો.

CRICKET.GSTV.IN

કોંગ્રેસ કાર્યકરોએ દુકાનમાં તપાસ કરતા ચોખામાંથી ઉંદર મળી આવ્યો હતો. અને આવી દુકાન સીલ કરવાની માગ કરી હતી. અને કલેકટર કચેરીએ હોબાળો કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટરના ટેબલ ઉપર મરેલા ઉંદર સાથે ચોખાના કોથળાને ઠાલવીને દેખાવ કર્યા હતા. અને સસ્તા અનાજમાં ચાલતી બેદરકારીના આક્ષેપો કર્યા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter