રાજકોટ: વૃદ્ધ મહિલાની હત્યાનું સસ્પેન્સ અકબંધ, 7 આરોપીઓની ધરપકડ

રાજકોટમાં વૃદ્ધ મહિલાના કરોડોના મકાનને પચાવી પાડવા માટે બોગસ દસ્તાવેજ બનાવવા અંગે ૧૦ આરોપીઓના નામ સામે આવ્યા છે. આ મામલે પોલીસે ૧૦ આરોપીઓ પૈકી ૭ની ધરપકડ કરી છે. જ્યારે ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દુર છે. આ સમગ્ર મામલે હજુ પણ વૃદ્ધ મહિલાની હત્યાનો ભેદ ખુલ્યો નથી.

રાજકોટના પોશ વિસ્તાર ગણાતા માસ્તર સોસાયટીમાં જયશ્રીબેન નામના મહિલા એકલવાયું જીવન જીવતા હતા. તેમની કહોવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાનું ગળું કાપીને તેની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા મૃતકના મકાનનો દસ્તાવેજ કોઈ ટોળકી દ્વારા બોગસ માણસો અને ખોટા દસ્તાવેજો ઉભા કરી બનાવી લેવાયાનું બહાર આવ્યું હતું. જોકે વૃદ્ધાની હત્યા કોને અને શા કારણે કરી તે વિગતો બહાર નથી આવી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter