GSTV
Home » News » ભારતીય રેલવે આપી રહ્યું છે ઘરે બેઠા 10 લાખ રૂપિયા જીતવાની તક, જાણો શું છે ઑફર

ભારતીય રેલવે આપી રહ્યું છે ઘરે બેઠા 10 લાખ રૂપિયા જીતવાની તક, જાણો શું છે ઑફર

ભારતીય રેલવે તમને ઘરે બેઠા લાખો રૂપિયા જીતવાની સોની તક આપી રહી છે. તેના માટે તમારે ફક્ત ક કામ કરવાનું છે. જો તમે રેલવેનો વિકાસ અથવા તેના યાત્રીઓને સારી સુવિધા આપવા ઇચ્છતા હોય તો તમારી પાસે 10 લાખ રૂપિયા જીતવાની તક છે. તેના માટે તમારે એક આઇડિયા આપવાનો છે. હકીકતમાં રેલવે એક પબ્લિક કોમ્પિટીશન લઇને આવી છે. આ કોમ્પિટીશનનું નામ છે ‘ How to Raise Money For Railways To Provide Better Services’ એટલે કે કેવી રીતે રેલવે સારી સુવિધા આપવા માટે ધનમાં વધારો કરે. નરેન્દ્ર મોદી સરકારના રેલવે મંત્રી પિયૂષ ગોયલ આ કોમ્પિટીશન લઇને આવ્યાં છે.

આ કોમ્પિટીશન અનુસાર લોકો પોતાના આઇડિયા, ડિટેઇલ્સ બિઝનેસ પ્લાન શેર કરી શકે છે. તેના માટે innovate.mygov.in પર તમારે લૉગ ઇન કરવાનું રહેશે. આ કોમ્પિટીશનનો મુખ્ય હેતુ રેલવેની આવક વધારવાનો અને સારી સુવિધાઓ પુરી પાડવાનો છે. આ કોમ્પિટીશનના વિજેતાને 10 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે જ્યારે કોમ્પિટીશનના બીજા નંબરના વિજેતાને 5 લાખ, ત્રીજા અને ચોથા વિજેતાને અનુક્રેમે 3 અને એક લાખ રૂપિયા આપવામાં આવશે.

આ રીતે કરો અપ્લાય

સૌપ્રથમ  http://www.innovate.mygov.in પર જઇને “CLICK HERE TO PARTICIPATE પર ક્લિક કરો. તે પછી તમારે રજીસ્ટ્રેશન ફૉર્મ અને સબમિશન ફૉર્મ ભરવાનું રહેશે. તે પછી કન્ફર્મેશન મેઇલ આવશે. તેના માટે આપવામાં આવેલી માહિતી સારી રીતે વાંચી લો. આ કોમ્પિટીશનમાં અરજી કરવાની અંતિમ તારીખ 19 મે 2018 છે. અરજી કરતાં પહેલાં અરજદાર ચકાસી લે કે ફૉર્મ યોગ્ય રીતે ભર્યુ છે કે નહી.

યોગ્યતા

આ માટે ઉમેદવારની ઉંમર 20 માર્ચ 2018ના રોજ 18 વર્ષની હોવી જરૂરી છે. આ ઉપરાંત કોઇ કંપની, સંસ્થા, ટીમ મેમબર્સ, શેર હોલ્ડર્સ પણ તેમાં ભાગ લઇ શકે છે. આઇડિયા તમે હિન્દી અથવા અંગ્રેજીમાં આપી શકો છે. આ કોમ્પિટીશનમાં ભાગ લેનારાઓ માટે એક શરત મૂકવામાં આવી છે કે તમારો આઇડિયા એક હજાર શબ્દોથી વધારે ન હોવો જોઇએ. ભાગ લેનારે પોતાનો આઇડિયા પીએફ અથવા પાવરપોઇન્ટ  પ્રેઝન્ટેશનમાં મોકલવાનો રહેશે.

Related posts

અમેરિકાના ઓરેગોન રાજ્યના એક સરોવરમાં 27 વર્ષના ભારતીય વિદ્યાર્થીનું ડૂબવાથી થયું મોત

Path Shah

રાજધાની દિલ્હીમાં તમામ રાજ્યોના ભવન, જ્યારે રૂપિયા 131 કરોડના ખર્ચે બનેલું છે ગરવી ગુજરાત ભવન

Path Shah

કોડીનારના સરખડી ગામના સમુદ્ર કિનારે નિર્માણાઘીન સીમર પોર્ટને એનજીટીનો મોટો ઝટકો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!