રાહુલ ગાંધી બરાબર ભરાયા, ભાજપને ફાવતું મળી ગયું

રાજનીતિના મેદાનમાં હવે હિંદુ-મુસ્લિમનો ખેલ ખેલાઈ રહ્યો છે. કોંગ્રેસ હવે મુસલમાનના મુદ્દે ઘેરાતી નજર આવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષે મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે બેઠક કર્યા બાદ હવે કથિત રીતે કોંગ્રેસ મુસલમાનની પાર્ટી હોવાનો મુદ્દો ઉછળી રહ્યો છે. અને તેમાંય હવે કોંગ્રેસના જ એ નેતાનું સમર્થન મળ્યું છે. ત્યારે ભાજપને આ મુદ્દે દેશને કોંગ્રેસે મુક્ત તક મળી ગઈ છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુસ્લિમ બુદ્ધિજીવીઓ વચ્ચે કથિત રીતે કોંગ્રેસને મુસલમાનોની પાર્ટી ગણાવવાનો વિવાદ વધુ વકરી રહ્યો છે. કોંગ્રેસે ભલે ઉર્દુ અખબારના રિપોર્ટને ફગાવી દીધો હોય જેમાં દાવો કરાયો હતો કે રાહુલ ગાંધીએ કોંગ્રેસને મુસ્લિમોની પાર્ટી ગણાવી હતી.

પરંતુ હવે તે અખબારના કોંગ્રેસના લઘુમતી મોરચાના પ્રમુખ નદીમ જાવેદનો ઈન્ટરવ્યુ છપાયો છે. જેમાં કોંગ્રેસ નેતાએ એક રીતે એ પુષ્ટી કરી છે કે રાહુલ ગાંધીએ કોંગ્રેસને મુસલમાનોની પાર્ટી ગણાવી છે.

તો બીજી બાજુ ભાપજ પણ આ તક હાથમાંથી જવા દેવા ઈચ્છતી નથી. અને સતત કોંગ્રેસ પર હુમલા કરી રહ્યો છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે કોંગ્રેસનું આ આરોપોથી ઈન્કાર કરવો એ તેનો પાખંડ છે. જાવડેકરે કહ્યું કે કોંગ્રેસ એક ઘોર સાંપ્રદાયિક પાર્ટી છે.

તો પ્રકાશ જાવડેકરે કોંગ્રેસના નેતા શશિ થરૂરના એ નિવેદન પર પણ પ્રહાર કર્યો જેમાં થરૂરે હિંદુ પાકિસ્તાનની વાત કરી હતી. જાવડેકરે કહ્યું કે કોંગ્રેસની વિચારધારા તુષ્ટીકરણની છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter